વાત એક દરજી દાક્તરની – બી. એન. દ્સ્તુર
જેણે શ્રી દસ્તૂર સાહેબજીના લેખો નહીં વાંચ્યા હોય તેણે ઘણુંય ચાર્મ ગુમાવીયું છે. એવનની લખવાની ઈસ્ટાઈલ અને લેખનપધ્ધતિ તમને હસતા હસતા બેવડ ન વાળીદે તો જ નવાઈ. આ લેખ તેમની આ હાસ્ય નિષ્પન્ન કરવાની હથોટીનો પુરાવો છે. હું એવનનો ઘણોજ સોજ્જો રેગ્યુલર રીડર છું…..અને તેમના લેખો ખૂબ માણ્યા છે. અને તેમના દરેક લેખને અંતે આવતા…..થોરામાં ઘનું સમજ્જો……વિષે તો શું કહેવુ? ________________________________ મંચેરજી બાવા અમારા પારસીઓમાં કે’ય તેમ ‘ફીટ કૉલર’. અંગ્રેજી હિંદુસ્તાન છોરી ગયેલા તા’રે એવને વારસો આપી ગએલા. સોજ્જું લડનથી ઇમ્પોર્ટ કરેલું શર્ટ અને ટાઇ વગર બહાર નીકળે જ નહીં. પછી પિકચર જોવા જવાનું હોય, બાજુની રોમાન્ટિક રતીને તાં ખોટ્ટાં બહાનાં કાઢી ખાંડ ને ચાય ઉધાર લેવા જવાનું હોય, કે ફિશ માર્કેટમાં મચ્છી ખરીદવા જવાનું હોય. તબિયત સારી પન એક જ વારસો જૂની ફરિયાદ. કાનમાં કન્ટીન્યુઅસ ગુનગુન થયા કરે અને આંખના દોળા બહાર નીકળી પડવાના હોય એવી ફિલિંગ થયા કરે.આખ્ખરે એવન દાક્તર પાસે ગીયા. દાક્તરને કંઇ સમજ પરી નહીં એટ્લે ઈન્વેસ્ટીગેશન્સ શરૂ થયાં. – લોહી,પેશાબ, ઝારો, થૂંક, વગેરે તપાસાઇ ગયાં. – લીવર,કીડ્ની,પેનક્રિઆસ,થાઇરોડ ફેક્શન ટેસ્ટ થઇ ગઇ. – એક્સરે,અલ્ટ્રાસાઉન્ડ અને કૅટ સ્કેન બી કરવામાં આવ્યાં. – હાર્ટ સ્પેશિયાલીસ્ટે ઇ.સી.જી અને ઇકોગ્રાફી કીધાં. – યૂરોલોજિસ્ટે સિસ્ટોગ્રાફી પાયલોગ્રાફી અને પ્રોસ્ટેટોગ્રાફી. કીધી – ન્યુરોલોજિસ્ટ ઇલેક્ટ્રોએનસિફેલોગ્રાફી અને ઇલેક્ટ્રોન્યુરોગ્રામ કરાવીયા. – ગૅસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટોએ ઇલેક્ટ્રો સેલાઇવોગ્રાફી અને ઇલેક્ટ્રોગૅસ્ટ્રોગ્રાફી કીધી. – દાંતના દાક્તરે સાત દાંતની રૂટ કૅનાલ કીધી. – આંખના દાક્તરે ઇલેક્ટ્રોનિસ્ટેગમોગ્રાફી કીધી. – કાનના દાક્તરે એન્ડોસ્કોપી કીધી અને એક જનરલ સર્જને ટૉન્સિલ, એપન્ડીક્સ કાઢી નાખ્યાં. મંચરજી બાવાને બે કુંવારાં ફૂઇ, એક કુંવારાં માસી, એક કુંવારા કાકા અને એક કુંવારી બેન ના વારસાઓ મલેલા એટ્લે એવને પૈસા તો ખર્ચી નાખીયા પન કાનમાંનું ન […]