સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રામનારાયણ પાઠક


ખેમી – રામનારાયણ પાઠક 7

શ્રી મનસુખલાલ ઝવેરી કહે છે તેમ કથનના ત્રણ મુખ્ય અંગો – પાત્ર, ક્રિયા અને વાતાવરણ વાચકના ચિત પર એક જ છાપ મૂકી જતા હોવાથી આને વાર્તામાં પ્રાધન્ય મળે તે કુદરતી છે. પાત્રોની ગતિવિધિ અને વાર્તાને અનુરૂપ વાતાવરણનું નિર્માણ પણ સર્જકના ચિત્રમાં ચાલતા અભિનિવેશ સાથે અનુકૂલન સાધે તો જ તેનું પરિણામ અનોખું આવી શકે. પ્રસ્તુત વાર્તામાં પણ આ જ વિશેષતા ભંડારાયેલી પડી છે. શ્રી રા. વિ. પાઠકની કલમનો ચમત્કાર અહીં સ્થળે સ્થળે થયા કરે છે. સામાન્યજીવનનું તાદ્દશ નિરૂપણ, એ જીવનની ઘટનાઓ અને રૂઢિઓનું સહજ આલેખન પ્રસ્તુત વાર્તાની વિશેષતા છે, તો એક ઉંડો કટાક્ષ પણ સમાજને માટે એમાંથી નીકળતો જણાય છે. ગુજરાતી ભાષાની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓમાં પ્રસ્તુત વાર્તા ‘ખેમી’ અવશ્ય સ્થાન પામે. આજે આપ સૌની સાથે એ વહેંચતા આપણી ભાષાના એક અમૂલ્ય ખજાનાને માણવાની મજા મળી છે.