સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિનોદ મેઘાણી


1984 કોમી રમખાણોની સ્મૃતિઓ – ભક્તિ કૌર, અનુ. વિનોદ મેઘાણી 3

વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક “તેજોમયી” મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.