મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) 2
સંપાદકોએ કવિની સમગ્ર ગઝલ કૃતિઓમાંથી ચુનંદા ૧૫૧ શેરોની પસંદગી કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું શીર્ષક ૧૫૧-હીરા યથાર્થ છે કારણ કે કવિ મુસાફિર પાલનપુરીના વિપુલ ગઝલ સર્જનરૂપી સાગરમાં મહાલતાં-મહાલતાં અને ડૂબકીઓ લગાવતાં હાથ લાગેલા રત્ન સમા ચુનંદા શેરો અમોએ આ પુસ્તિકાના પાને પાને ટાંક્યા છે ! કવિની મૂડી એના શબ્દનું તેજ હોય છે, એના ઝળહળાટ થકી કવિ સહ્રદયોના દિલ-દિમાગને અજવાળી શકે. અહીં મૂકાયેલા કવિ મુસાફિરના આ બધા જ શેર કવિની સંવેદી ચેતનાનો અમૂલ્ય ખજાનો છે. પ્રતિભાશાળી ભાવકો માટે આ પુસ્તિકા રત્નવાટિકા જ નહી, રસવાટિકા પણ બની રહેશે.