સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મનોજ જોશી


સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત આસ્વાદલેખમાં તેઓ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની મીરાંમય શબ્દરચનાની વાત ખૂબ સુંદર રીતે મૂકે છે.કવિશ્રીએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર – ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે ‘સાચા અર્થ’માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું? પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે.


પ્રયોગશીલ નાટ્યક્ષેત્રનો વીર : મનોજ શાહ – મનોજ જોશી 6

મનોજભાઈ શાહના નાટ્યક્ષેત્રમાં પદાર્પણ, તેમના સશક્ત નાટકો અને તેમના દિગ્દર્શનની હથોટી વિશે મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય (વિપુલ ભાર્ગવ) પાસેથી પૃથ્વી થિયેટર, મુંબઈના કૅફૅટેરીયામાં બેસીને આયરીશ કોફીની ચુસકીઓ વચ્ચે મનોજભાઈની હાજરીમાં જ સાંભળેલું, એ પછી તેમની સાથે ડિનરનો લાભ મળ્યો ત્યારે તેમના સરળ પરંતુ સાહિત્ય પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વનો સુપેરે પરિચય થયો. આપણી કૃતિઓને નાટ્ય રૂપરંગમાં વણીને જે રીતે તેઓ મંચ પર મૂકે છે એ અવર્ણનીય અને અદભુત છે. અહીં એક અફસોસ પણ છે, અન્ય કોઈ પણ ભાષાએ પોતાના આવા લાડકા સપૂતને માથે બેસાડ્યો હોય જ્યારે ગુજરાતના કેટલા લોકોને મનોજભાઈના આ પ્રદાન વિશે ખ્યાલ હશે? હાલમાં રજૂ થયેલું ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. તેમના વિશે શ્રી મનોજ જોશીએ ‘ફુલછાબ’ દૈનિકમાં સાપ્તાહિક કટાર અંતર્ગત થોડાક વર્ષ પહેલા લખેલ પરિચય લેખને આજે અહીં પ્રસ્તુત કર્યો છે જે પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લીધો છે.


પહેલા પહેલા જુગમાં રાણી, તું હતી પોપટી ને… – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત ગીત આસ્વાદમાં મુખ્યત્વે સદાબહાર ગાયક શ્રી મહેન્દ્ર કપૂરજીની વાત થઈ છે, અને પૂર્વભૂમિકા છે તેમના દ્વારા ગવાયેલું અમર ગીત, ‘પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામનાં.’ આ સુંદર સફર સંગીતપ્રેમીઓને ખૂબ ગમશે એવી આશા સાથે માણીએ.