શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16
આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.