ઝેન – જીવન જીવવાની એક અદભુત કળા.. – સં. જીજ્ઞેશ અધ્યારૂ 16
પાછલા દિવસોમાં ઝેન જીવનપદ્ધતિ વિશે ઘણું વાંચવા મળ્યું, નકારાત્મક વિચારો અને દ્રષ્ટિકોણને દૂર હટાવીને સંતોષ મેળવવાનો અચૂક માર્ગ એટલે ઝેન, ઝેન એ હવે કોઈ ધર્મ કે ધર્મની શાખાવિશેષ રહી નથી પણ સહજ જીવન જીવવાનો તથા સ્વને ખોજવાનો – સમજવાનો એક અનોખો માર્ગ બની રહે છે. ઝેન વિશે વધુ જાણવા સમજવાનો પ્રયત્ન શરુ કર્યો છે અને પરિપાક રૂપે વિચારપ્રવાહને એક નવો માર્ગ મળ્યો. નેટ પરના ઉપલબ્ધ સાહિત્યમાંથી, પુસ્તકોમાંથી અને ઝેન વિશે જાણનારાઓ સાથેના ઈ-મેલ સંપર્ક દ્વારા – એમ વિવિધ સ્ત્રોતો દ્વારા જે એકત્રિત થયું એ સઘળું આપ સર્વે સાથે વહેંચવાની આજથી શરૂઆત કરી રહ્યો છું. આ શ્રેણી ‘સ્વાન્તઃ સુખાય’ હેતુથી લખાઈ રહી હોવા છતાં સર્વેને ઉપયોગી બની રહેશે એવી અપેક્ષા છે.