‘ઇશ્વર પરમાર – બહુઆયામી સર્જક’ (પુસ્તકસમીક્ષા) – અશોક વૈષ્ણવ 1
મૂળ રેવા, કચ્છના પણ વ્યવસાયને કારણે – જો કે ખરેખર તો એમ કહેવું જોઇએ કે ભેખ લઇને – દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ (કચ્છ) દ્વારા પ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંકલિત પુસ્તિકા ‘ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક’ ને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બે મત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા ‘ખૂણે બેસીને કામ કરતા સર્જકો’નાં કામનો સીધો સંપર્ક સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજ સાથે, સાધી આપે છે.