શ્વેતસુગંધના દેશમાં – મયુરિકા લેઉવા બેંકર 13
ઑફિસમાં એકધારું કામ અનેક કલાકો કરવાના પ્રસંગો જેટગતિએ વધતા જાય છે. ફાઇલોમાંથી આવતી હવડ ગંધથી ઉબાઈ ગયેલું નાક અને કૉમ્પ્યુટર સ્ક્રીનમાંથી નીકળતા વિકિરણો સામે હારી ચૂકેલી આંખો મગજને સતત અહીંથી ભાગી છૂટવાના આદેશો આપ્યા કરે છે. નાનકડા ખંડની સુસ્ત હવામાં જકડાયેલું મન મુક્ત થવા ધમપછાડા કરે છે.