આજે અક્ષરનાદ વેબસાઇટ તેની આ સાહિત્યયાત્રાના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદમાં વર્ષમાં પ્રવેશી. મે ૨૭, ૨૦૦૭ના દિવસે વર્ડપ્રેસમાં ખાતું ખોલાવીને અક્ષરનાદની શરૂઆત કરેલી અને પડતા આખડતા, ભૂલો કરતા અને સુધારતા, શીખતા અને અનેક મિત્રોને સાથે જોડી આ સાહિત્યયાત્રામાં સહયાત્રી બનાવતા મારા ગુજરાતી બ્લોગિંગમાં પા પા પગલી કરતાં તેર વર્ષ પૂર્ણ થયા એ વાતનો અનેરો સંતોષ છે.
વીતેલું વર્ષ અક્ષરનાદ માટે સૌથી ઓછી પોસ્ટ વાળું વર્ષ રહ્યું છે એ માટે મારી સતત વ્યસ્તતા જવાબદાર છે. લૉકડાઉનના આ સમયમાં મારા પોતાના સર્જનમાં વ્યસ્તતા એક તરફ મને ખૂબ સંતોષ આપી રહી છે તો બીજી તરફ એનો થોડોક ગેરફાયદો મારી આ બંને વેબસાઇટ્સને પણ થયો છે. વળી સર્જન ગ્રુપની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ એમાં થોડે ઘણે અંશે ફાળો આપે છે. અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાવાનો એ ગેરફાયદો પણ ખરો કે એક પ્રવૃત્તિ વિકસે તો બીજી આપોઆપ બેકસીટ લઈ લે.. પરંતુ તે છતાં મારા છેલ્લા શ્વાસ સુધી અક્ષરનાદ કદી પાછળ નહીં પડે કે બંધ નહીં થાય એનો તો પાક્કો નિર્ધાર છે જ.
બદલાયેલા સંજોગોમાં મારા લખવાનો જે પ્રવાહ સતત ચાલી રહ્યો છે એને રોકવાનું મન થતું નથી, પણ એની સીધી અસર અક્ષરનાદના સંપાદન પર પડી રહી છે. અક્ષરનાદથી જ શરૂ થયેલી શકુનિની રોજનીશીનું ઉમેરેલા લેખો સાથેનું પુસ્તક લખવાનું કાર્ય પૂર્ણ થયું છે. ઉપરાંત રામાયણ અને મહાભારતના જે લેખો લૉકડાઉન શરૂ થયું ત્યારથી સતત લખાઈ રહ્યાં છે એ પણ દિવસનો ઘણોખરો સમય લઈ લે છે કારણ કે એ વિશે અનેકવિધ પુસ્તકો વાંચવા પડે છે, અનેક સંદર્ભો શોધવા એ સમય માંગી લેતું કામ છે. ફક્ત એક શ્લોક જે મને અડધો જ યાદ હતો એને શોધતા એક વાર ચાર કલાક થયેલા, સારલા મહાભારત આખું વાંચતા છ દિવસ અને એવું જ અન્ય સંદર્ભ પુસ્તકો માટે થયું. પરંતુ શકુનિની રોજનીશી હોય કે આ નવા લેખોનું તૈયાર થયેલું સંકલન પુસ્તક – એ બધાના મૂળ તો અક્ષરનાદ અને એના દ્વારા થયેલા વાંચનમાં જ છે. એ જેટલી બધા વાચક અને સહભાવક મિત્રોને ફળી છે એથી ક્યાંય વધુ મને સમૃદ્ધ કરી રહી છે, અને સતત કરતી રહેશે એવો વિશ્વાસ છે.
અક્ષરનાદ આ નવા વર્ષે વધુ સક્રિય રહી શકે અને વાચકમિત્રોને સતત પઠન અને મનન માટે ઉપયોગી બને એવો જ પ્રયત્ન રહેશે.
ફરી એક વાર સર્વે વાચકમિત્રો, વડીલ સાહિત્યકારો, સર્જકો, સહ્રદયો, ભાવકો અને પહેલીવાર પોતે છપાશે એવા વિશ્વાસપૂર્વક અક્ષરનાદને લેખ મોકલતા મિત્રો સહ સર્વેનો આભાર.
તેરનો આંકડો આમ તો લોકો અવગણે છે પણ આજે ચૌદમા વર્ષમાં પ્રવેશતા મને એમ લાગે છે કે સાહિત્ય બધું શુભ કરી શકે છે, બધા નકારાત્મક વિચારોને સકારાત્મક કરી શકે એવી શક્તિ ધરાવે છે. સરસ્વતીની એ શક્તિને અને સાહિત્યની પરમ સ્થિતિને સાદર પ્રણામ..
– જિજ્ઞેશ અધ્યારૂ
અક્ષરનાદને ખૂબ ખૂબ અભિનંદન.
અક્ષરનાદને ઝાઝેરી શુભકામનાઓ!
અક્ષરનાદ અને રિડ ગુજરાતી વેબસાઇટએ તો વતનથી દૂર બેઠેલા ગુજરાતીઓને વ્હાલપ આપી છે. ગુર્જરી હૂંફ આપી છે. માતૃભાષા સાથેના સંબંધને વિકસાવ્યો છે. અક્ષરનાદને દિલથી અઢળક શુભકામનાઓ.
Abhinandana.
Pingback: અક્ષરનાદનો ચૌદમાં વર્ષમાં પ્રવેશ.. સતત ગૂંજતો શબ્દ.. 13
અક્ષરનાદ અનેક સાહિત્યપ્રેમી જીવોને સર્જક બનવાની તક પૂરી પાડી છે, અને જીગ્નેશભાઈએ મારા સહીત અનેક સાહિત્યપ્રેમીઓને લખતા રહેવાની પ્રેરણા પૂરી પાડી છે. અક્ષરનાદ મારા અનેક લખાણોને ઓળખ આપી છે. અક્ષરનાદ આ રીતે જ વાચકોના હ્રદયને જીતતું રહે એવી શુભેચ્છા સહ અભિનંદન!
Dear Jigneshbhai,
આપની અક્ષરનાદ, વાચકો અને નવા લેખકો પ્રત્યેની નિષ્ઠાને અનેકો અનેક સલામ, અક્ષરનાદ ૧૪ નહીં પણ આવતા ૧૪૦ વર્ષ સુધી વાચકોના હ્રદયમાં રાજ કરે એવી શુભેચ્છા સહ.
ચેતન ઠાકર
ઉત્તમ.મધુ ગજ્જર
વહાલા જીજ્ઞેશભાઈ,
ગુજરાતી ભાષાસાહીત્યની વેબસાઈટ્સમાં અક્ષરનાદની ભાત અનોખી છે. નામ પ્રમાણે જ એણે વાચકોને ‘અક્ષર’નો પાકો ‘નાદ’ લગાડ્યો. તેને તમારા સાહીત્ય– પરીશીલન, બહુશ્રુતતા, વીદ્વત્તા અને તમારી કર્મઠતાનાં લાલનપાલન મળ્યાં છે..
આજે ‘અક્ષરનાદ’ એટલે વાસનરસીયા સાહીત્યપ્રેમીઓનો એક મુકામ..
જીતે રહો અને અતીવ્યસ્ત રહો.. પ્રેમથી..
તેર પુરાં કરી એ જ્યારે ચૌદમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તમારા સ્વજનો સમા અમ સૌ વાચકોની ઘણી ઘણી શુભેચ્છાઓ.
Very nice presentation of each articles. Congratulations for completing 14 years of great popularity.
ખૂબ ખૂબ અભિનંદન…
Congratulations and Best Wishes…..
Dear Jigneshbha
I am very happy and congratulation to you for completed the 13th years of Akharnad journey. Keep it up. i am enjoying all the subjects written in Aksharnad.
જિગ્નેશભાઈ: અક્ષરનાદની ૧૩ વર્ષની સફળ મજલ અને ૧૪માં વર્ષમાં પદાર્પણ બદલ મારો પરિવાર અને હું આપણે ઉષ્મા સભર અભિનંદન પાઠવીએ છીએ.
her naya varsh ek kadam age nikl jayega Akshanaad ka akshar jay bhloe nath akshar ka nad ker. akhil brahmad ma nad ho aksher naad ka. all the best wish to mr. Jignesh bhai. & your AKSHARNAAD KO.
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ સાહીત્યયાત્રાના ચૌદમાં જન્મદીવસે શ્રી. જીજ્ઞેશભાઈ અને ‘અક્ષરનાદ’ટીમને અઢળક અભીનન્દન અને હાર્દીક શુભકામનાઓ…
અક્ષરનાદને અને રીડગુજરાતીના સર્વેસર્વા શ્રી જીજ્ઞેશ ભાઈ ની સાહિત્ય પ્રત્યેની રુચિ, અભિરુચિ, ખંત, ધગશ અને લગન મળીને સાહિત્ય જગતને રળિયાત કરે છે. અહીં આરંભે શૂરા જેવો ઘાટ નથી પણ ધમાકેદાર પ્રારંભ સાથે મહાસાગરના નિરંતર ગર્જન સમો ઉછળતો, ઉમડતો એવો ઉર્ધ્વગામી ધમધમતો પ્રવાહ અને નવસર્જનનો વેગ છે. તેમાં પ્રશાંત આવેગ છે અને સત્વશીલ સર્જનની પ્રસ્તુતિનો ઉન્માદ છે. ચૌદ વર્ષ કૈશોર્ય અવસ્થા કહેવાય, એની મુગ્ધતા એવીને એવી જ જળવાય અને તે પ્રગતિના પથ પર સર્વદા અગ્રસર રહે તેવી શુભકામનાઓ.
અક્ષરનાદ એટલે આપણી ભાષાની ગરિમા ને સાચવીને બેઠેલો ખજાનો….
અક્ષરનાદ એટલે મારા જેવા અનેક લેખકોને જ્યારે કોઈ જ ઓળખતું ન હતું ત્યારે તમારી રચના અવતીકાલે લીધી છે એમ કહી ને તક આપતો કોલ…
અક્ષરનાદ એટલે સાહિત્યની ધકાવેલી ધૂણી ઉપર બેસી સર્જન નામેં મહામંત્ર ને જપતા જીગ્નેશ નામના ઓલિયાની 14 વર્ષોની તપશ્ચ્યા…
અક્ષરનાદ એટલે ગુજરાતી ભાષાને અજેય પોતીકી લાગે એવી ડિજિટલ ઓળખ…
14મું વર્ષ રાજ્યાભિષેક વર્ષ, આનંદ બસ આનંદ.
ખૂબ ખૂબ અભિનંદન.