અક્ષરનાદનો ચૌદમાં વર્ષમાં પ્રવેશ.. સતત ગૂંજતો શબ્દ.. 18
આજે અક્ષરનાદ વેબસાઇટ તેની આ સાહિત્યયાત્રાના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદમાં વર્ષમાં પ્રવેશી. મે ૨૭, ૨૦૦૭ના દિવસે વર્ડપ્રેસમાં ખાતું ખોલાવીને અક્ષરનાદની શરૂઆત કરેલી અને પડતા આખડતા, ભૂલો કરતા અને સુધારતા, શીખતા અને અનેક મિત્રોને સાથે જોડી આ સાહિત્યયાત્રામાં સહયાત્રી બનાવતા મારા ગુજરાતી બ્લોગિંગમાં પા પા પગલી કરતાં તેર વર્ષ પૂર્ણ થયા એ વાતનો અનેરો સંતોષ છે.