જેટલીજી, સુષ્માજીની વિદાય : કામ છોડી દેવું ખતરનાક હોય છે? – જિજ્ઞેશ ઠાકર 7


આમ તો મૃત્યુ એ તદ્દન કુદરતી વાત છે. તેમાં કોઈ વ્યક્તિનું કશું પણ ચાલે નહીં. કોઈ મૃત્યુને એક દોરાવાર પણ આઘુંપાછું કરી શકે નહીં. પરંતુ પ્રવૃત્તિને કારણે મન મજબૂત રહે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ માંદા પડ્યા ત્યારે એવું કહેવાતું હતું કે જો તેઓ ફરી વડાપ્રધાન બન્યા હોત તો કદાચ બચી ગયા હોત. એવું જ અત્યારે કહેવું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં પણ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ફરી મંત્રી બન્યા હોત તો મૃત્યુ એટલુ નજીક ન હોત. મનોહર પરિકર બીમારીમાં સપડાયા હતા પરંતુ તેમણે છેક છેલ્લી ઘડી સુધી કામ કરીને મૃત્યુને ઘણું લંબાવ્યું હતું. મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું પરંતુ પ્રવૃત્તિથી, કામ કરવાથી, મોભાદાર – જવાબદારીભર્યા પદ પર ટકવાથી વધુ જીવી શકાય છે અને તંદુરસ્ત પણ રહી શકાય છે, તે વાત નક્કી છે. 

નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં પણ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ફરી મંત્રી બન્યા હોત તો કદાચ મૃત્યુ એટલું નજીક ન હોત. 

 Arun Jaitley and Sushma Swaraj
Arun Jaitley and Sushma Swaraj

મહાત્મા ગાંધીજી, મોરારજીભાઈ દેસાઈ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, પ્રમુખ સ્વામી જેવા અનેક કર્મનિષ્ઠો એવા છે કે જેમણે પોતાની ઉંંમર વધવા છતાં કામ છોડ્યું નહોતું. પરિણામે તેઓ તંદુરસ્ત પણ રહી શક્યા અને છેક છેલ્લા શ્વાસ સુધી કામ પણ કરી શક્યા. કામ છોડવું એટલે જીવનમાં હથિયાર હેઠા મૂકી દેવા. તેનાથી મન નવરું પડે છે અને નવરા મન ઉપર બીમારી અટેક કરે છે. જો કે અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજની બીમારી ઘણી વકરી ચૂકી હતી. ચૂંટણી પહેલાં જ તેઓએ સરકારમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ તેમ છતાં આ કામ ચાલુ રાખ્યું હોત, પદ જાળવી રાખ્યું હોત તો કઇંક ફેર જરૂર પડ્યો હોત. 
આમ તો સાત્વિકતા જીવનમાં ઘણી ઊંચી વસ્તુ ગણાય છે પરંતુ સાત્વિકતાથી જીવનનો ખરો ચાર્મ ઘણી વાર તૂટી જતો હોય છે. પદની ઇચ્છા, મિલકત, સમૃદ્ધિ, લાલચ, ઈર્ષા, કામવૃત્તિ જેવા પાસા જીવન સાથે સહજ રીતે જોડાયેલા છે. કોઈ પદ માટે, સમૃદ્ધિ માટે વ્યક્તિ મહેનત કરતી રહે તો તેમનું આયુષ્ય વધતું હોય છે.

એકવાર પત્રકાર કાન્તિ ભટ્ટે અમિતાભ બચ્ચન માટે લખ્યું હતું કે, તેમનું લીવર અત્યંત ખરાબ છે. તેઓ અત્યંત બીમાર છે. છતાં તેને જીવન જીવવાના અભરખા એટલી હદે છે કે તેઓ આજે ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી શકે છે, સારી રીતે જીવી શકે છે. આવા અભરખા તો દરેક વ્યક્તિના જીવનમાં હોવા જોઈએ. મહામૂલ્ય જીવન મળ્યું છે, તેને વેડફી દેવાનો કોઈ મતલબ નથી. છેક છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહેવું એ જ તંદુરસ્તીની સાચી ચાવી લાગે છે. સાધુ-સંતોને મળવાનું થાય તો તેઓ પદ-પ્રતિષ્ઠાને મોહ ગણે છે. એ મોહ જ જીવન જીવવાનું રસાયણ છે. તેના બદલે સંતો એવું કહેતા હોય કે, આ મોહનો અતિરેક ન કરવો; પણ થોડો ઘણો મોહ તો રાખો જ, જેથી જીંદગી જીવંત રહે અને છેલ્લે સુધી ચાર્મ જળવાઈ રહે. 

શરીરનો બધો આધાર મન ઉપર હોય છે. કોઈ પ્રવૃત્તિ ન રહેતા મન નવરું પડે છે, કાઠીયાવાડમાં એક કહેવત છે કે, નવરું મન નખ્ખોદ વાળે. પ્રવૃત્તિશીલ રહેવાથી મનમાં નકારાત્મક વિચારો ઓછા આવે છે. એ દૃષ્ટિએ વિચારીએ તો સોનિયા ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ પસંદ કરી બુદ્ધિનું કામ કર્યું છે. તેમના આરોગ્યમાં ઘણો ફેર પડી શકે છે. એ જ રીતે મનમોહનસિંહે પણ રાજ્યસભાના સાંસદ  બનવાનું પસંદ કર્યું છે. જેટલી અને સુષ્માજીની બીમારી ગંભીર હતી. તેમાંથી બચવાનું મુશ્કેલ હતું. કેટલીક વાર આરામથી પણ સારુ થઈ જતું હોય છે એટલે પણ તેઓએ બધું છોડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ક્યારેક બધું છોડીને લોક સમુદાયથી અળગા થવું પણ ખતરનાક થઈ પડતું હોય છે.

– જિજ્ઞેશ ઠાકર, ફેકલ્ટી, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નો
0278 2567267, 9925125285


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “જેટલીજી, સુષ્માજીની વિદાય : કામ છોડી દેવું ખતરનાક હોય છે? – જિજ્ઞેશ ઠાકર

  • DINESH PATEL

    I personally feel that it was a good decision to leave the political life. A single wrong decision may affect the whole nation. If physical fitness is not Ok, it affects the efficiency of a person.

  • Mansukhlal Kakkad Devjibhai Kakkad

    તમારી વાત વ્યાક્તિગત સંદર્ભમાં સાચી હશે, પરંતુ માંદગીએ શરીરને એટલું બધુ જક્કડી લીધું હોય કે તે પોતાના હોદ્દાને જરૂરી હોય તેટલું તે કામ ન કરી શકે છતાં ખુરશીને ચિટ્કી રહે તો સમજે તો તેમાં ગુમાવવાનું જ રહેને?

  • anil1082003

    every body have different structure. cell, gene in body. most of after 60 cell-gene change in body depents of your past illness. your mind work but body -part not work regular it’s painful. all the time mind go for pain……………. you should active your brain by easy work even dr’s say not forced your body for work which creat pain. left work is not danger after 60-65 of age, but active your mind for plaing suduko. puzzles, reading etc as per your eligibity.

  • hdjkdave

    ‘સાત્વિકતાથી જીવનનો ચાર્મ બહુધા જળવાતો. નથી’ …આ વિધાન કેટલે અંશે તથ્યપરક છે તે કદાચ અંગત અનુભવ કહી શકે પણ તેને સાર્વત્રિક ગણવું કે કેમ?