ત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 19
એક્ટિવા ઉપર બેસતા પહેલા ખંજને પોતાના મોબાઇલમાં રહેલા અનેક ફોટાઓ માંથી ત્રિકમકાકાએ ધ્રુજતા હાથે પાડેલો સેલ્ફીવાળો ફોટો શોધી કાઢ્યો. એ ખાસ ફોટાને જોતાની સાથે આવા દુઃખના માહોલમાં પણ ખંજનનું મ્હોં મલકાઇ ગયું. એક્ટિવા ચાલુ કરીને એ નીકળ્યો. આજે ત્રિકમકાકા સાથે વિતાવેલી અનેક યાદો એની આંખ સામે આવી ગઈ. “ખંજનીયા, એક કામ તારે કરી આપવું પડશે.” સવારના પહોરમાં સાડા છ વાગે એ દિવસે ત્રિકમકાકાએ ફોન ઉપર અચાનક માંગણી કરી હતી.