દિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ 4
‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’ અમે ડ્રાઇવરને કહ્યું. શ્રીલંકા દેશના નુવારા એલિયા (nuwara eliya) હિલસ્ટેશનમાં અમે પ્રવેશી રહ્યા હતા. અંગ્રેજોએ વિકસાવેલું હિલસ્ટેશન હતું. આમ તો એ નાનકડું શહેર હતું પણ લગભગ આખા શ્રીલંકામાં આપણને તો ખાસ કરીને ગુજરાત જેવા લીલોતરી વંચિત પ્રદેશમાંથી જનારાઓને તો બધે જાણે જંગલો, ખેતરો અને બગીચાઓ જ છે એવું લાગે. એમાં આ તો હિલસ્ટેશન હતું. પર્યટનનું સ્થળ હતું. શહેર શરૂ ક્યારે થયું તે ખબર ન પડી પણ જ્યારે એ સમજાયું ત્યારે અમે ડ્રાઇવરને કહ્યું, ‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’