પ્રકરણ ૩ : યેલમ્મા
રેણુકા ઘર છોડીને નીકળી પડી. તેણે કરેલા સંકલ્પ પ્રમાણે તેણે ગૃહત્યાગ કર્યો. ત્યાર બાદ તે દેવીના મંદિરમાં ગઈ, ત્યાં રહી અને પોતાની જાતને દેવને અર્પણ કરી પોતાના જેવી બીજી સ્ત્રીઓની તે મા બની. સમય જતા રેણુકા દેવી તરીકે પૂજાવા લાગી. તેનાં મંદિરો થયા. આજે પણ દક્ષિણ ભારતમાં તે યેલમ્મા તરીકે પૂજાય છે.
જમદગ્નિઋષિ અને રેણુકાને પાંચ પુત્રો હતા. રેણુકાના માનસિક સ્ખલનથી ક્રોધિત થઈને તેમણેપોતાના પ્રથમ ચાર પુત્રોને રેણુકાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી હતી પરંતુ એક યા બીજા બહાને ચારેયે એમ કરવાની ના પાડી. એટલે ઋષીએ તેમને શાપ આપીને વ્યંઢળ (નપુંસક) બનાવી દીધા. અને પછી જમદગ્નિ ઋષિએ પરશુરામને તેની માતાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી ત્યારે પરશુરામે પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને તે જમીન પર પડતાં જ તેનાં અસંખ્ય મસ્તકો બનીને સંસારમાં ફેલાઈ ગયાં! અને તે માતા યેલમ્માનાં નામથી પૂજાવા લાગ્યા.
તેમના અનુયાયીઓ અને ભક્તોમાં સ્ત્રીઓ જોગડી અને પુરુષો જોગડા કહેવાવા લાગ્યા. તેમજ પ્રત્યેક દેવદાસી, દેવદાસ અને વ્યંઢળોનાં આરાધ્ય દેવી યેલમ્મા (રેણુકા) બન્યા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં ઘણા રાજ્યો અને શહેરો જેવાં કે હૈદરાબાદ, બેલગામ, હુગલી,ચન્દ્રગુડીમાં તેમનાં મંદિરો છે. આજે પણ ત્યાં દેવદાસીની પ્રથા પ્રવર્તે છે. જો કે સરકાર દ્વારા આ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ પ્રવાહ રોકાઈ શકે પરંતુ સમયના અસ્ખલિત પ્રવાહને કોઈ રોકી શકતું નથી. સમય જતાં સમાજમાં તરછોડાયેલી (ત્યકતાઓ), અનૌરસ દીકરીને લોકો આ મંદિરમાં અર્પણ કરવા લાગ્યા. અને ત્યાંથી જ સમાજે, પૂજારીઓએ, મહંતોએ, સમાજના ઠેકેદારોએ તેમનો દુરુપયોગ શરુ કર્યો. પછીથી તેમાં ધનનો પણ સમાવેશ થયો. આથી સ્ત્રીઓના ક્રય-વિક્રયની વસ્તુ જેવી બની ગઈ. તેનું શોષણ થવા લાગ્યું, તે વેચાતી, પીસાતી, શોષિત રહી… અને તેના જીવનનાં અનેતેના અસ્તિત્વનાં મૂલ્યોનો હ્રાસ થયો. અને તેમાંથી જ વેશ્યાવૃત્તિની શરૂઆત થઇ. નારી કલંકિત અને ઉપેક્ષિતા બની લાચાર જીવન જીવવા લાગી.
સત્યની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે એની સાક્ષી ઈતિહાસ પૂરે છે. એ રિવાજ (કે કુરિવાજ), એ પ્રથા નિયમ બની ગઈ જેથી સ્ત્રીઓ તેનો વિરોધ પણ ન નોંધાવી શકે. તેમણે એ નિયમોનો નતમસ્તકે સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો. પોતાનું ચારિત્ર્ય અને શિયળ સાચવવાની જવાબદારી કેવળ સ્ત્રીઓની જ છે એ વાત તેમના પર બળજબરીપૂર્વક લાદી દેવામાં આવી. તે બીજી દિશામાં કાંઈ વિચાર કરે તો પણ કલંકિત બની જાય અને સમાજ તેને કલંકિની, કુલટા કહી સમાજવટો આપી દે. એ જ દંભી સમાજ એવી સ્ત્રીઓને નગરવધૂ બનાવે અને ‘દેવદાસી’ જેવું રૂપકડું નામ આપે! આ રીતે આપણો દંભી સમાજ ત્યારે પણ સ્ત્રીના માનસિક સ્ખલનને ય સાંખવા તૈયાર ન હતો. દંભી એટલા માટે કે સમાજ સ્ત્રીઓ માટે અલગ માપદંડ રાખે છે અને પુરુષો માટે અલગ. સ્ત્રી એક કરતા વધારે પુરુષનો સંગ કરે તો તેને પતિતા કહેવામાં આવે પણ પુરુષો એક કરતા વધારે સ્ત્રીઓનો સંગ કરે તો તેને શું કહે છે આ ઢોંગી સમાજ?… કોણ જાણે?… પતિતપાવન કે એવું જ બીજું કાંઇક…!
અહીંથી જ આરંભ થાય છે આશરે અઢી હાજર વર્ષથી એક યા બીજા સ્વરૂપે ચાલી આવતી એક એવી પ્રથાની કથાનો કે જેનો અંત ક્યારે અને કેવો આવશે તે અત્યારે પણ કોઈ કહી શકે તેમ નથી! એ કથા છે એક અનાથ બાલિકાની… એ જ બાલિકા છે આપણી આ કથાની નાયિકા…
* * *
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
વાહ, નવલકથા શરુ કરતાં પહેલાં આ પૂર્વાર્ધ વાંચવામાં પણ બહુ જ મજા આવી.
આમ્રપાલી ના અલૈકીક સૈંદર્ય અને અપ્સરા જેવી નૃત્યકાર સાથે સાથે વિચીક્ષણ બુધ્ધિ પ્રતિભાને કારણે એ મગધ જેવા રાજ્યમાં અનુપમ મુસ્સદી થી આગવુ અને રાજ્યના મંત્રી સમકક્ષ રહી , દેવદાસી હોવા છતાં મઘધને યુધ્ધમાં વિનિશથી બચાવી, તેમ છતાં તેના હૃદય ની વ્યથામા મંથન શક્તિ ન હોત તો તે તથાગત નું શરણ સ્વિકારી ન શકી હોત, પરંતુ આજની દેવદાસી એ નિષ્ઠુર, દંભી, પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થા નું મોટુ કલંક છે, બાળવિધવા અથવા અબુધ સ્ત્રી ની લાચારી ને દેવને શરણે દેવદાસી નો વ્યયસાય વેશિયા પ્રવવૃતી માં ફાલ્યો ફુલ્યો છે. અહીં મહાભારત કાળ નો ઇતિહાસ જોષો તો, દેવદ્રત જે ભીષ્મ પિતામહ હતા તે પણ રાજાઓના તાજ ઉતરાવી પોતાના પુત્રો માટે રાજ કુળની સ્ત્રીઓને અપહરણ કરી લાવતા . એક વખત કુંતીમાતા ભગવાન શ્રી કૃષ્ણ ને પુછે છે કે, દ્રવપદી ને ભરસભા માં ચિર હરણ અને વૈશિયા શબ્દો થી અપમાનિત કેમ થવુ પડ્યું? ત્યારે ભગવાન કુંતીમાતા ને પુછે છે કે જ્યારે અર્જુન સ્વયંવર માં દ્રવપદી ને વરી હતી , તે એક સ્ત્રી હતી તેનુ પોતાનુ વ્યક્તિ તરીકે નુ અસ્તિત્વ તમે સમાપ્ત કરી વસ્તુ તરીકે પાંચ ભાઈ ઓમા વહેચી કલિયુગમાટે સ્ત્રીના સનમાન નિય અસ્તિત્વ ને સમાપ્ત કરી દીધું, કદાચ મહાભારત ના સમય ના કોઇ દેવદૂત નબી એ મોહમદ પયંગબર ને આ પ્રથા નું ગ્યાન સંદેશ રુપે આપ્યું હશે .
રેણુકા અને જમદગ્ની ની હજારો વર્ષ જુની કથા પણ દરેક યુગમાં જોવા મળશે જેમકે રાજા ભરથરી અને પિંગળા ના આવીજ સંવેદના ને સમજાવતુ ગીત, રેડિયો સિલોન પર સ્કુલ ની યુવા અવસ્થા માં સંવાદ સ્વરૂપે આવતું, ” ભિક્ષા દે મૈયા પિંગળા જોગી ખડા હૈ દ્વાર, ” તે સંવાદ માં પણ રેણુકા ની વ્યથા ના પડઘા સાભળવા મલતાં,