Daily Archives: September 17, 2018


સંબંધોની લાઈફલાઈન : ‘વેન્ટિલેટર’ – જીજ્ઞેશ અધ્યારૂ 1

આજકાલ ગુજરાતી ફિલ્મો નવી આદત પાડી રહી છે, થિએટરમાં મનગમતી સીટ પર બેસીને જાણે આપણા જ માટે શો ગોઠવાયો હોય એમ ફિલ્મ જોવાની આદત. દિલ્હી હતો ત્યારે નોઈડામાં ચાલ મન જીતવા જઈએ જોઈ, આખા થિએટરમાં પાંચ-છ જણ હતા, ગયા અઠવાડીયે નટસમ્રાટ જોઈ ત્યારે ત્રીસેક જણ હતા, એમાંય પાંચેક કપલ હતા જેમને કઈ ફિલ્મ છે એની સાથે કોઈ મતલબ નહોતો, નટસમ્રાટમાં તો મારી આગળ ટિકિટ લઈ રહેલા ભાઈએ કહ્યું, “કયું ખાલી છે?” પેલા બહેન કહે, “નટસમ્રાટ” તો કહે, ‘બે ટિકિટ આપો.” પણ બહેને જ્યારે ૨૮૦ રૂપિયા કહ્યા તો એ ભાઈ એમની સાથે આવેલા બહેનને કહે ‘ગુજરાતી ફિલમની ટિકિટ ૧૪૦, બોલો..’ હા, વડોદરામાં રેવા હાઉસફુલ હતું, પણ એવા પ્રસંગો ગુજરાતી ફિલ્મો માટે કેટલા?

એટલે ગઈકાલે મોટેરાના પી.વી.આરમાં ‘વેન્ટિલેટર’ જોવા ગયા અને અડધાથી વધારે થિએટર ભરેલું જોયું તો હરખના આંસુુ છલકાઈ ગયા. ક્યારેક મનગમતી સીટ ન મળવાનોય આનંદ હોય છે.