ચુંદડી – મિત્તલ પટેલ 8
રોહન ફક્ત પાંચ વર્ષનો હતો જ્યારે એની મા એને અને અપંગ પતિને સાસુના ભરોસે મૂકીને જતી થઈ હતી. માથી ક્યારેય અળગો ન રહેનાર રોહન એના વિના તરફડતો, રડતો રહેતો. દાદી અને પપ્પા એના પર અપાર સ્નેહ વરસાવતા, પણ રોહનને તો મમ્મીના સ્નેહની જ ખેવના રહેતી. મમ્મીના ગયા પછી બીજા જ મહિને એને શહેરની સૌથી શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળી ગયો. બીજા બાળકોની મમ્મીને જોઈને રોહનનો જીવ બળતો. એના દાદી પોતાના પ્રેમના મલમથી એના કોમળ હૈયે લાગેલા ઘા રૂઝવવાનો પ્રયત્ન કરતા.