પરિણામ – ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12


તો આજે અક્ષરનાદ આયોજીત ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌નું પરિણામ પ્રસ્તુત છે.

નિર્ણાયકો આદરણીય શ્રી હરીશ મહુવાકરજી અને શ્રી કામિની સંઘવીજીનો આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ખૂબ ચીવટથી તપાસીને, અત્યંત કાળજીપૂર્વક પરિણામ આપ્યુંં છે. દરેક માઈક્રોફિક્શન વાર્તાને નિર્ણાયકોએ દસમાંથી ગુણાંક આપ્યા છે. આટલી બધી માઈક્રોફિક્શન અને એને દરેકને નાણીને ગુણ આપવાની આ લાંબી પ્રક્રિયા છતાં અને તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ સમય ફાળવીને પરિણામ આપવા બદલ બંને નિર્ણાયકોનો હ્રદયપૂર્વક આભાર.

અનેક મિત્રોએ ખૂબ સરસ અને જાનદાર માઈક્રોફિક્શન આપી છે. એક તરફ પ્રિન્ટ અને સોશિયલ મિડીયામાં માઈક્રોફિક્શનને નામે પીરસાતા કચરા પર અમે રંજ વ્યક્ત કરીએ છીએ ત્યારે સ્પર્ધામાં જેમના નામ પ્રથમ વખત સાંભળ્યા છે એવા ઘણાં મિત્રોની ઉમદા માઈક્રોફિક્શન મળી એ આ સ્વરૂપ માટે ખૂબ આશાસ્પદ વાત છે.

સ્પર્ધામાં દર વર્ષની જેમ ઘણાં મિત્રોની એન્ટ્રી ગેરલાયક ઠરી છે, કારણકે

  • એક કે બે માઈક્રોફિક્શન મોકલી છે. તેમની માઈક્રોફિક્શન સારી હોવા છતાં, ઓછામાં ઓછી ત્રણ માઈક્રોફિક્શન મોકલવાના નિયમને લીધે સ્પર્ધામાંથી પહેલા જ બહાર થઈ ગયા.
  • ઘણાં મિત્રોએ મહત્તમ શબ્દસંખ્યાની મર્યાદાનું ધ્યાન રાખ્યું નથી. એક બહેનની માઈક્રોફિક્શનને સૌથી વધુ ગુણ મળ્યા છે પણ અંતિમ ફેરતપાસણીમાં એમની માઈક્રોફિક્શન શબ્દસંખ્યાને વળોટીને આગળ જતી રહેલી જણાઈ જેને લીધે તેઓ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે.
  • જૂજ મિત્રોએ માઈક્રોફિક્શનને બદલે ટૂચકો કે ક્વોટ કે વન લાઈનર મોકલી છે, પણ એય કારણ તો ખરું જ.

આવતા વર્ષથી આમ થતું અટકાવવા આ નિયમોમાં શક્ય હશે તો ફેરફાર વિચારવા જોઈશે. પણ અક્ષરનાદની આ સ્પર્ધામાં એ રીતે ભાગ ન લઈ શકેલા અને ડિસ્ક્વોલિફાય થયેલા મિત્રો ઘણાં છે, જો કે નિયમ પૂરેપૂરી સ્પષ્ટ રીતે મૂકેલા હોવાથી તેમાં કોઈ છૂટછાટ આપી શકું એમ નથી. આ વખતે સદનસીબે માઈક્રોફિક્શનને બદલે બોધકથા કે બાળવાર્તા ઓછી આવી છે. દર વખતની જેમ આ વખતે અમુક લઘુકથા આવી છે. ઘણાં મિત્રોના નામ પ્રથમ વખત વાંચવા મળ્યા છે, અને પ્રથમ પ્રયત્ન તરીકે જોઈએ તો તેમની કૃતિઓ અદભુત છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમની કલમને ઈશ્વર વધુ બળ આપે અને આવનારા સમયમાં તેઓ વધુ સબળ કૃતિઓ રચી શકે એ માટે તેમને શુભકામનાઓ.

ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ના વિજેતાઓ છે,

પ્રથમ વિજેતા – ભારતીબેન ગોહિલ રૂ. ૧૦૦૧/-
દ્વિતિય વિજેતા – મિતલ પટેલ રૂ. ૫૦૧/-
તૃતિય વિજેતા – પાર્થ ટોરોનીલ રૂ. ૨૫૧/-
પ્રોત્સાહન ઈનામ – લીનાબેન વછરાજાની રૂ. ૨૦૧/-

વિજેતાઓને ધૂમખરીદીના નીચે મુજબની રકમના વાઊચર્સ અપાશે, ઉપરાંત માઈક્રોસર્જન ૧ અને માઈક્રોસર્જન ૨ ની નકલ નિઃશુલ્ક મોકલવામાં આવશે.
પ્રથમ સ્થાન – ૧૦૦૦/- રૂ.
દ્વિતિય સ્થાન – ૫૦૦/- રૂ.
તૃતિય સ્થાન – ૨૫૦/- રૂ.

સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેનાર અનેક મિત્રોને તેમની મહેનત બદલ અભિનંદન. વિજેતા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્યના આ હવે જાણીતા થઈ ગયેલા અને જેના નામે કંઈ પણ પીરસવાની છૂટ લઈ બેસતા લોકોની વચ્ચે આ સુંદર મજેદાર વાર્તાસ્વરૂપની સેવા આપણે સૌ સાથે મળી કરી શકીએ અને તેને વિકસાવવાના પ્રયત્નમાં સૌનો સહકાર સતત મળતો રહે એવી અપેક્ષા. ત્રણ માઈક્રોફિક્શનનો નિયમ એટલે હતો કે ફક્ત એક જ વાર્તાને લઈને અમે આ ખૂબ ટૂંકા પણ ચોટદાર સ્વરૂપમાં કોઈ પણ સર્જકની લેખનક્ષમતાને એરણે ચડાવવા નહોતા ઈચ્છતા. દરેક વાર્તાને ગુણ અપાયા પછી લેખકની કુલ વાર્તાઓના ગુણને તેમણે મોકલેલી વાર્તાઓની સંખ્યાના પ્રમાણમાં જ લેવાયા છે. એને લીધે ચાર કે પાંચ કે છ વાર્તાઓ મોકલી છે એવા મિત્રોની એક કે બે સરસ વાર્તાઓ પણ બીજી વાર્તાઓના ઓછા ગુણને લીધે પાછળ ધકેલાઈ છે. તો ઘણાં મિત્રોની ત્રણ પૈકીની એક વાર્તા ખૂબ જ સરસ છે, અને તેને એ મુજબ ગુણ મળ્યા પણ છે.

આ ઉપરાંત; વિજેતાઓ સિવાયના મિત્રોની ત્રણ માઈક્રોફિક્શન કે જેને સર્વાધિક ગુણ મળ્યા છે તેને પણ સન્માનિત કરી રહ્યાં છીએ. સૌથી વધુ ગુણ મેળવનારી વાર્તાઓમાંથી મારા મતાનુસાર પસંદ કરેલી એ ત્રણ માઈક્રોફિક્શન આ મુજબ છે.

પ્રથમ માઈક્રોફિક્શન – ધર્મેશ ગાંધી
દ્વિતિય માઈક્રોફિક્શન – પ્રિયંકા જોશી
તૃતિય માઈક્રોફિક્શન – અનુજ સોલંકી

વિજેતા મિત્રોને તેમના ઈનામની રકમ, ધૂમખરીદીના વાઉચર્સ અને સર્ટિફિકેટ માટે ૯૯૭૪૪ ૧૦૮૬૮ પર સંપર્ક કરવા વિનંતિ. સ્પર્ધામાં ઉત્સાહભેર અને આટલી મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ સૌ સર્જકોનો ખૂબ આભાર. સર્વેની કલમ સતત નાવીન્ય સર્જતી રહે, વિકસતી અને સત્વશીલ સાહિત્ય સર્જતી રહે એવી મા સરસ્વતીના ચરણોમાં અભ્યર્થના. આવતા વર્ષે પાંચમી માઈક્રોફિક્શન સ્પર્ધા સાથે ફરી મળીશું.

– જીજ્ઞેશ અધ્યારૂ

aksharnaad micro fiction competition results


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “પરિણામ – ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • નીવારોઝીન રાજકુમાર

    બધા જ મિત્રોને અભિનંદન .. અને શુભેચ્છાઓ. વિજેતાઓને વિશેષ અભિનંદન

  • MEERA JOSHI

    વાહ,
    સર્જન પરિવારના ત્રણ ત્રણ સભ્યો વિજેતા થયા એ જાણી ખુબ આનંદ થયો.
    દરેક વિજેતાઓને અભિનંદન..
    જય સર્જન!

  • jugalkishor

    માતૃભાષાની આ પણ એક અગત્યની સેવા છે. ચચ્ચાર સ્પર્ધાઓ થઈ છે એટલે આ વાતને સારો પ્રતિસાદ મળ્યો છે…..ખૂબ જ આનંદ–સંતોષની વાત છે. ધન્યવાદ.

  • Lata kanuga

    વાહ વાહ…ખૂબ આનંદની વાત..ભારતીબેન ગોહિલ..મિત્તલબેન પટેલ..પાર્થ ટોરોનીલ..લીનાબેન વછરાજાણી ને ખૂબ ખૂબ અભિનંદન.

    સાથે ધર્મેશભાઈ ગાંધી..પ્રિયંકા જોષી..અનુજભાઈ સોલંકી ને પણ શુભેચ્છાઓ