બ્રહ્મપુત્રાના પ્રવાહમાં.. (મારો આસામ પ્રવાસ) – જીજ્ઞેશ અધ્યારૂ 17
હું કૂદીને સામેની તરફની સીટ પર પહોંચી ગયો. અહા, ઋષિરાજ પર્વતાધિરાજ માઉન્ટ એવરેસ્ટ સફેદી ઓઢીને જાણે હાથ હલાવીને અભિવાદન કરતા હોય, એને જોવામાં એવો તલ્લીન થઈ ગયો કે ફોટો પાડવાનું જ ભૂલી ગયો. એ અદ્રુત દ્રશ્ય જાણે મનમાં ફ્રેમ થઈ ગયું છે. કેટકેટલી સદીઓથી એ અહીં એમ જ, સાવ નિશ્ચિંત ખડો છે! યુગોથી એ અહીં ભારતના એક મોટા વિસ્તારને જાણે આશિર્વાદ આપતો ઉભો છે. વિમાનની બારીમાંથી એ ઓઝલ થયો ત્યાં સુધી એને જોયા કર્યું, પછી મારી સીટ પર જઈને વિમાનમાંથી જ બ્રહ્મપુત્રાના ફોટા પાડ્યા, પણ ત્યાં સુધી તો વિમાને ગૌહતી તરફનું ઉતરાણ શરૂ કરી દીધેલું.