(‘તારે સિતારે’ ભાગ-૩ માંથી સાભાર)
૧. મા
એક વખત યમદૂત રાત્રીના ગાઢ અંધકારમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ઘરમાં આવ્યા. નાનો છોકરો મહાકાયા પરથી તેમને ઓળખી ગયો. યમદૂતે કહ્યુંઃ’હું યમરાજ છું તારી માને લેવા આવેલ છું. યમરાજ કંઈ વધુ કહે તે પહેલાં છોકરો યમરાજને કરગરવા લાગ્યો કે મહેરબાની કરીને મારી મા ને છોડી દો. તે આ ઘરનો આધાર છે. પિતા તો પહેલા તમે લઈ ગયેલ છો. આમ છતાં તમારે કોઈને લૈ જવા હોય તો મારી માને બદલે મને લઈ જાવ.
યમરાજ ચોકરાની વાત સાંભળીને મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા – અમને રોજ ના કાર્યની સુચી આપવામાં આવે છે એટલે ખાલી હાથે જઈ શકતા જ નથી. પરંતુ સાચું કહું તો અમને તો તને લઈ જવાનો જ આદેશ હતો. પણ તને લઈ જતાં પહેલાં તારી મા વચ્ચે આવી, તે ચોધાર રડવા લાગી અને આજીજી કરવા લાગી કે ગને તેન કરીને મારા દીકરાને બદલે તમે મને લઈ જાવ.
આમ તો અમે આવું કશું ન કરી શકીએ પણ તારી માના તારા પરના અપાર પ્રેમ જોઈ અમારૂ કઠણ દિલ પીગળી ગયુ અને તારી માને લઈ જવાનું ના છૂટકે નક્કી કરેલ છે અને આ સોદો હવે બદલી શકાય તેમ નથી.
૨.
એક યુગલ મુસાફરીએ નીકળેલ. પ્રવાસ પૂરો કરી હવે જહાજ પાછુ ફરી રહ્યું હતું. પરંતુ વાતાવરણમાં એકદમ પલટો આવતા જહાજ હાલક ડોલક થવા લાગ્યું. કેપ્ટન જહાજને બચાવવા સઘલા પ્રયાસો કરવા લાગ્યો. તેણે મુસાફરોને કહ્યુંઃ ‘કીનારો નજીક જ છે. જેની પાસે લાઈફ જેકેટ હોય તે પહેરીને તુરંત કુદી પડે.’ જહાજમાં એકદમ ધક્કામુક્કી અને બૂમાબૂમ વધી ગઈ. જેના હાથમાં જે આવે તે લઈને કુદી પડવા લાગ્યા. કેટલાક સમુદ્રના રુદ્ર સ્વરૂપને જોઈ કુદવાની હિંમત ખોઈ બેઠા.
આ યુગલ પણ ગભરાઈ ગયુ. આ દરમ્યાન પતિના હાથમાં એક જેકેટ આવી ગયુ અને જેવું જેકેટ મળ્યું કે તુરંત પહેરી દરીયામાં ઝંપલાવ્યુ. પત્નીની કંઈ દરકાર કે તેની સાથે વાત કર્યા વગર સીધો કુદી પડતા પત્નીને આશ્વર્ય થયું. દુબતા જહાજમાંથી પત્ની બુમો પાડતી રહી.
તેણે શું કહ્યું હશે?-
તું સ્વાર્થી છો?
તને ધીક્કાર છે?
તને પ્રેમ કરીને મેં ભૂલ કરી?
ના. આવું કંઈ તે કહેતી નહોતી. તેમોટેથી બુમો પાડતી તી- ‘આપણા નાના પીન્ટુ અને રીન્કુનું ખાસ ધ્યાન રાખજે. તેમને કંઈ તકલીફ ન પડે તે ખાસ જો જે. બરાબર સાચવજે,’
૩. ઓવરટેઈક
એકવાર એક પિતા નવી જ મોટી ગાડી લઈને હાઈવે ઉપર પોતાના નાના દીકરા સાથે જતા હોય છે. રસ્તામાં કેટલીક ગાડીઓ તેમની ગાડીને ઓવરટેઈક કરીને આગળ નીકળી જાય છે. આમ બે-ત્રણ ગાડીઓ તેમની આગળ નીકળી ગઈ.
આથી દીકરો પિતાને ફરિયાદ કરવા લાગ્યો કે પપ્પા. તમે ગાડીની સ્પીડ કેમ વધારતા નથી. બીજી ગાડીઓ કેવી આગળ નીકળી જાય છે? આમ દીકરો વારંવાર ફરિયાદ કરતો એટલે પિતા તેને સમજાવવા લાગ્યા કે દીકરા! બીજી ગાડૉ જે આગળ જાય છે તેના એન્જીન વધારે ક્ષમતા અને તાકાત ધરાવે છે. દરેક ગાડીના એન્જીનની ક્ષમતા અને સ્પીડ લીમીટ જુદી હોય છે. એટલે વધારે ક્ષમતાવાળા એન્જીનની ગાડી સાથે હરીફાઈ કરવા જઈએ તો આપણી ગાડિ ખોરવાઈ જાય અથવા અકસ્માત થઈ જાય અને સરવાળે આપણને નુકશાન થાય કે જાન પણ ગુમાવવો પડે. આવુંોવરટેઈક કરવું કોઈના પણ હિતમાં નથી. આપણી પાછળ પણ ઘણી ગાડીઓ છે તને ઓવરટેઈક કરેલી ગાડીઓ જ કેમ દેખાય છે?
આમ પિતાએ બે ત્રણ વાર કહ્યું એટલે છોકરો ગુસ્સે થઈ કહેવા લાગ્યો તો પછી તમે મને આખો દિવસ કેમ કહ્યા કરો છો કે રાજ ડોક્ટર થયો. શાન એન્જીનીયર થયો અને તું કેમ પાછળ રહી ગયો? હું મારી શક્તિ અને યોગ્યતા, આવડત પ્રમાણે મને જે ગમે છે તે કર્યા કરુ છું અને મહેનત કરુ છુ, છતાં તમે મને સતત ટોક્યા કરો છો કે તારમાં અક્કલ નથી. તું જીંદગીમાં કંઈ ઊકાળી નહી શકે.
પિતા આ સાંભળી ચૂપ થઈ ગયા.
(સતત ફરિયાદો અને નકારાત્મક વિધાનો છોકરાઓના કુમળા મનને ડીપ્રેશનમાં લાવી દેતા હોય છે. કોલેજની પરીક્ષાઓમાં નાપાસ થવાથી કંઈ જિંદગી હારી જવાતી નથી ઉલ્ટુ ઘણીવાર તે આર્શીવાદ બની જાય છે.)
– ગોવિંદ શાહ
અતિ સુન્દર
Very Very Good Stories.
Not for the sake of any audit but for story at sr.no. 1 , initial two/three lines needs a second thought.
વાહ ઓવરટેક, ખુબજ સુન્દર છે !!!
બહુ જ સુંદર સમજ આપતી પ્રસંગકથાઓ.