પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક 4


અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આજથી ચાર નવા ઈ-પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે.

૧. પી કે દાવડાએ સંકલિત પચાસ મળવા જેવા માણસોનું ઈ-પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં તેમણે સમાજજીવનના ખૂબ પ્રચલિત નહીં પણ તોય મળવા જેવા, મજેદાર, વિશિષ્ટ અને અનોખા વ્યક્તિઓનો પરિચય કરાવ્યો છે. અક્ષરનાદ પર આ ઈ-પુસ્તક પાઠવવા બદલ તેમનો આભાર.

૨. આઠ નવેમ્બરે પ્રસિદ્ધ થયેલ ગૌરાંગભાઈ અમીનનું ૪૬૫ કટિંગ એ તેમણે લખેલી ૪૬૫ લઘુકથાઓનું ઈ-પુસ્તક છે. અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવા આ ઈ-પુસ્તક પાઠવવા બદલ તેમનો પણ આભાર અને શુભકામનાઓ.

૩. સન્ડે ઈ-મહેફિલનું ૧૪મું સંકલન પુસ્તક ઉત્તમભાઈ ગજ્જરે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવ્યું છે, જે સન્ડે ઈમહેફિલની શ્રેણીમાં પ્રસ્તુત કર્યું છે. અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવા આ ઈ-પુસ્તક પાઠવવા બદલ તેમનો આભાર

૪. સન્ડે ઈ-મહેફિલના જ વૃદ્ધાવસ્થાને લગતા લેખોનો સંગ્રહ ‘ગરવું ઘડપણ‘ એ શીર્ષક હેઠળ સંકલિત થયો છે, જે ઈ-પુસ્તક ઉત્તમભાઈ ગજ્જરે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવ્યું છે અને તે પણ સન્ડે ઈમહેફિલની શ્રેણીમાં પ્રસ્તુત કર્યું છે.

૫. ગોવિંદભાઈ મારૂ પ્રેષિત અને નાથુભાઈ ડોડિયા રચિત ઈ-પુસ્તક ‘દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો’ ગોવિંદભાઈ મારૂએ અક્ષરનાદને પાઠવેલા પુસ્તકોની યાદીમાં ઉમેર્યું છે. અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવા આ ઈ-પુસ્તક પાઠવવા બદલ તેમનો આભાર

અક્ષરનાદના ઈ-પુસ્તકોના ડાઊનલોડ્સ સતત વધી રહ્યા છે, વાચકમિત્રો નવા દેશો અને જગ્યાઓએથી ઉમેરાઈ રહ્યાં છે, અને આ ઈ-પુસ્તકો ડાઊનલોડ કરી રહ્યાં છે એ ખૂબ આનંદની વાત છે.. આશા છે અત્યાર સુધીના બધા પુસ્તકોની જેમ આ ચાર પુસ્તકોને પણ વાચકમિત્રો વધાવી લેશે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક

  • Chiman Patel

    સરસ કામ થયું. હવે અલગ અલગ ઘરો ગોતવા નહિ પડે! આ કામ માટે સૌને મારી સલામ.

  • gopalkhetani

    વાહ.. “ન્યુ ફુડ્સ ફોર માઈન્ડ”… આભાર સર્વે લેખકો, પ્રકાષકો અને અક્ષરનાદનો.

    • Chiman Patel

      ભાઈ ગોપાલ એક પ્રશ્ર ; વિદ્યાનગરમાં એક ખેતાની સાહેબ સર્વે શિખવતા હતા. ૧૯૫૮-૫૯નો સમયઃ તમારે કોઈ નાતો ખરો?