Daily Archives: September 26, 2016


(માય નેમ ઈઝ બોન્ડ).. જેમ્સ બોન્ડ – લલિત ખંભાયતા 3

‘ડબલ ઓ સેવન, દક્ષિણી ચીની સમુદ્રમેં હમારા જહાજ ગુમ હો ગયા હૈ..’

બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ ના વડા’એમ’ બોન્ડને બોલાવીને હુકમ આપે એટલે પછીના દ્રશ્યમાં બોન્ડ સીધો જ ધરતીના કોઈ બીજા ખૂણે હોય. દરેક ફિલ્મમાં ખૂફિયા મિશન પર નીકળેલો બોન્ડ અંતે દુશ્મનોનો ખાત્મો બોલાવી ખાધું પીધું ને રાજ કર્યું પ્રકારના કારનામા જ કરે છે. જેમ્સ પોતે કઈ રીતે કારનામાઓ કરશે એ જોવાના જ પૈસા છે. એટલે જ તો બોન્ડ સીરીઝ અડધા દાયકાથી અણનમ છે અને હજુ કેટલાય વર્ષ ચાલ્યા કરશે.. લલિતભાઈ ખંભાયતાનું પુસ્તક ‘૦૦૭ જેમ્સ બોન્ડ – સુપર સ્પાય’ ગુજરાતીમાં પ્રથમ વખત જેમ્સ બોન્ડના પાત્ર અને ફિલ્મોની વિગતે વાત લઈને આવે છે. આજે એમાંથી બોન્ડ અભિનેતાઓ વિશે જાણીએ..