અંગ્રેજી સાહિત્યનું આચમન – ડૉ. મધુસુદન પારેખ


જ્યોર્જ મેરેડિથ; સ્વિનબર્ન,

જ્યોર્જ મેરેડિથે એના ‘મૉર્ડન લવ’ કાવ્ય દ્રારા લગ્નની નિષ્ફળતા વિશે પ્રકાશ નાખ્યો. એની એ કાવ્યશ્રેણીમાં કેટલાંક કાવ્યોની પંક્તિઓ અંગ્રેજી સાહિત્યમાં લગભગ કહેવતરૂપ બની રહી છે. એકાદ દ્રષ્ટાંત જોઈએ તો…

In tragic life, god not
No villain need be I. passions spin the plot
We are betrayed by what is false within.

મેરેડિયે એનાં કાવ્યોમાં શૈલીનું વૈવિધ્ય દાખવીને અભિવ્યક્તિની બાબતમાં એક આગવો અવાજ પ્રગટ કર્યો છે. તેનો કાવ્ય સંગ્રહ ‘પોએમ્સ ઍન્ડ લિરિક્સ ઑવ ધ જૉય ઑવ અર્થ (Poems and Lyrics of the joy of earth 1883) માં પ્રકૃતિના રહસ્ય, એની ગતિ વગેરેનો પોતાની વિશિષ્ટ બૌદ્ધિક શક્તિથી, કલ્પના બળે ડાર્વિન (Darvin) ની ઉત્ક્રાન્તિવાદ (Evolution) ની થીઅરી અધ્યાત્મ (spiritualism) ને તાકે છે. એ ભૌતિક વાસ્તવિકતાનો આધાર લઈને તેમ જ અનુભવપૂત હકીકતોની માંડણી કરીને નવા આશાવાદનો સંચાર કરે છે. ઉત્ક્રાન્તિ (Evolution) એ વૈશ્વિક નિયમ છે, અરે સિદ્ધાંત જ છે. આત્મધર્મનો એમાં નકાર નથી. સૃષ્ટિના ઊંડાણમાં, એની અંતર્ગત દિવ્યતા રહેલી છે. અને ધરતી, મનુષ્યની માતા, નવરાપણાનો અને પ્રગ્યાનો ઝરો છે. તેમાં વારંવાર ડૂબકી મારીને મનુષ્યે તાજગી મેળવવાની છે. કલ્પનાદ્રષ્ટિ હોય તો પ્રકૃતિ માણસને વ્યવસ્થા શીખવે છે. સૌંદર્યબોધ કરે છે અને સદગુણ ખીલવે છે તથા અધીન રહેવામાં મનુષ્ય આનંદનો અનૂભવ કરે છે.

પ્રકૃતિકવિ વડર્ઝવર્થે (wordsworth) પણ કુદરતમાં દિવ્ય સંદેશો હોવાની વાત કરી હતી જ્યોર્જ મેરેડિથની વાત વડર્ઝવર્થની વાતથી જુદી નથી, પણ મેરેડિથમાં સંકુલતા (complexity) છે; અને પ્રકૃતિગત વસ્તુઓની રહસ્યમયતાને એ પોતાની આગળી શૈલીમાં સમજાવે છે. મેરેડિથના ઉપયુક્ત વિષયને લક્ષ્ય કરતું કાવ્ય ‘ધ વુડ્સ ઓવ વેસ્ટરમેઈના’ (The woods of westermain) પ્રસિદ્ધ છે. આ કાવ્યમાં તે કેટલાંક એવાં તત્વોની વાત ક્રે જે કે સરળ નથી. મેરેડિથ એ કાવ્યમાં ભૂમિ, આકાશ અને આત્મા વચ્ચેના સંબંધની વાત સ્થાપિત કરે છે. અલબત્ત, એ પ્રત્યક્ષ રીતે વિગ્યાનલક્ષી કે આધ્યત્મિક સમસ્યાઓ સાથે પાનું પાડતો નથી. છતાં સક્ષમ ભવકને એટલું તો અવશ્ય સમજાઈ જાય છે કે અધ્યાત્મ અને વિગ્યાનનો શ્વાસ સારી પેઠે તેણે ફેફેસામાં રહસ્યયુક્ત દર્શનમાં તે વિરમે છે. તે (નિયમ) શીખવે છે કે માણસ સહજવૃત્તિથી (insticts) ઉદભવ્યો છે. અને એના રક્તમાં એની જરૂરિયાતોનો તથા એના દિમાગની કાર્યશીલતાનો પડઘો પડે છે. એમ ક્રમશઃ તેનામાં સમજવાની- સ્વીકારવાની નિર્ણાયાત્મક શક્તિ ઉદભવે છે, ટૂંકમાં મેરેડિથ મનુશ્યના ચૈત્તિક વિકાસનો ક્રમ સમજાવે છે અને મુદ્દાની વાત રજૂકરે છે કે પ્રાગ્ય પુરુષ ધરતી સાથેનો, સંપર્ક ગાઢ પણે સતત સાધતો રહીને પોતાની સહજવૃત્તિઓને નિયંત્રણમાં રાખે છે. આમ, કુદરત અને તેના ઋતુચક્રના માળખામાં રહીને આ સમગ્ર વિશ્વ સાથે તાદાત્મ્ય સાધી શકે છે.

કાવ્યનો સંદેશ ખરેખર ભવ્ય છે અને બૌદ્ધિકતાયુક્ત ઊર્મીઓને તે જાગ્રત કરી ચાલના આપી શકે તેવો છે. અલબત્ત, ‘ધ વુડ્સ ઑવ વેસ્ટરમેઈન’માં મેરેડિથની કવિ તરીકેની સર્જકતા પ્રશસ્ય નથી. એની કવિતા આમેય કિલષ્ટ – દુર્બોધ હોય છે. એના ગદ્યનું પણ એમ જ. એની કવિતાનાં માંડ થોડાક ઉપભોક્તા હોય. મેરેડિથની પ્રતિષ્ઠા કાવ્યમાં નહિ, તેની નવલકથાઓમાં છે.

‘ધ વુડ્સ ઑવ વેસ્ટરમેઈન’ માં કાવ્યતત્ત્વ ભલે નથી, પણ એની ઊર્મીથી રસાયેલી ઊંચી બૌદ્ધિતા પ્રભાવક છે. વિક્ટોરિયન યુગની કવિતામાં આ શક્તિ ઓછી ઊતરે છે. મેરેડિથમાં એ રીતે દૈવત ઝાઝું છે. એના ઉપર્યુક્ત કાવ્યમાંથી માત્ર થોડી પંક્તિઓ એના ઉદ્દેશને સ્પષ્ટ કરવા માટે ટાંકું છું. જોકે એ ઉદ્દેશ પૂર્ણપણે સમજવ માટે તો વિપુલ સંખ્યામાં પંક્તિઓનું અવતરણ જોઈએઃ

Nigh the knot, which did unwine.
timelessly to drowsy suns;
seeing Earth a drowsy spine,
Heaven a space for winging tons,
Farther, deeper, may you read,
have you sight for thingS afield,
where peeps she, the nurse of seed,
cloaked, but in the deep revealed.

પ્રકૃતિ અને ઉત્ક્રાન્તિ વિશે કવિ ટેનિસને તેના પ્રસિદ્ધ કાવ્ય ‘ઇન મેમોરિયમ’ (In memorium) માં ચર્ચા વિચારણા કરી છે. કવિ મેરેડિથે એ ચર્ચા પોતાના વિશિષ્ટ દ્રષ્ટિકોણથી અને ક્લિષ્ટતાથી કરી છે. એના ઉપર્યુક્ત કાવ્યસંગ્રહનાં અન્ય કાવ્યોમાં પણ મેરેડિથે આવી જ ચર્ચા અન્ય પદ્ધતિ રજૂ કરી છે. એનું એક કાવ્ય ‘ધ લ્યુસીકર ઈન સ્ટારલાઈટ'(The lucifer in starlight) ઉત્તમ કાવ્ય છે કેટલીક પંક્તિઓ અહીં ટાંકીએ –

Soaring through wider zones that pricked his scars,
With memory of the old revolt from Awe,
He reached a middle height, and at the stars,
which are the brain of heaven, he looked and sank,
around the ancient track marched rank on rank
the army of unalterable law.

મેરેડિથ મહત્ત્વાકાંક્ષી કવિ હતો. વિચક્ષણ હતો. એની કવિ તરીકેની ખ્યાતિ એના મૃત્યુ સુધી તો પ્રસરી નહિ, પણ વર્ષૉ વીતતાં તેની મહત્તા પંકાવા લાગી એની સાહિત્યિક કાર્કિર્દીમાં આરોહણ અવરોહણ આવતાં રહ્યાં છે.

મેરેડિથ લોકસ્મૃતિમાં – અંગ્રેજી સાહિત્યમાં એક સારા કવિ તરીકે નહિ પણ વિશિષ્ટ કોટિના એક નવલકથાકાર તરીકે સ્થાન પામશે.

ચાર્લ્સ હેન્રિ સ્વિનબર્ન (૧૮૩૭ – ૧૯૦૯)સ્વિનબર્નનો જન્મ છે. ૧૮૩૭ લંડનમાં. એના પિતા ચાર્લ્સ હેન્રિ સ્વિનબર્ન અને માતા જેન હેન્રિએટા. ઈટ્લી પ્રત્યે અને ઈટલીની ભાષા પ્રત્યે તેને અત્યંત લગાવ. એ વારસો એના પુત્ર સ્વિનબર્નમાં બરાબર ઊતરી આવ્યો. થોડા સમય શિક્ષકો દ્રારા ઘેર ભણતર પછી, ઈ.સ. ૧૮૪૮માં તે એટનમાં વધુ અભ્યાસ માટે ગયો. એ સમયથી જ તેનામાં સાહિત્ય માટે ઊંડી રૂચીનું ઘડતર થવા માંડ્યું. નાટકો પ્રત્યે તેન્બી વિશેષ રૂચી જાગી. પુસ્તકાલયમાં તેને ઇલિઝાબેથ યુગના સર્જકોએ આકર્ષ્યો અને તેમાં તે ખૂંપી ગયો.

ઈ.સ ૧૮૫૪માં તેણે અભ્યાસ પૂરો કરી એટન છોડ્યું અને ઈ.સ. ૧૮૫૬માં વિશેષ અભ્યાસ માટે ઑક્સફર્ડની બેલિયલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. કેટલાક મિત્રો સાથે ઑલ્ડ મોરાલિટી વાચનાલય સ્થપાયું હતું. તેમાં તેને વાંચનની સુવિધા પ્રાપ્ત થઈ. એ દરમ્યાન પ્રી-રૅફેલાઈટ્સ મંડળની સ્થાપના કરનાત પ્રતિભાસંપન્ન સર્જક ગૅબ્રિયલ રોઝેટી સાથે તેનો ગાઢ સંપર્ક થયો. રોઝેટીના કાર્યનો એના પર પ્રભાવ પડ્યો. તદુંપરાંત વિલિયમ મોરિસ, એડવર્ડ બાર્ન- જોન્સ સાથે પણ તેની ગાઢ મૈત્રી થઈ.

સ્વિનબર્ને કોઈ પણ ડિગ્રી પ્રાપ્ત કર્યા વિના ઑકલફર્ડની કૉલેજ છૉડી, પણ તેને દ્રીક, ફેંન્ચ, ઈટલીનાં ભાષા – સાહિત્યનો સારો એવો અભ્યાસ થઈ ગયો. હતો. તેણે વિવિધ પત્રો સામયિકોમાં લેખો પણ લખવા માંડ્યા હતા. ઓક્સફર્ડ છોડ્યા પછી કેતલોક સમય તેણે ઇટલીમાં વિતાવ્યો. ઈટલીથી પાછા ફર્યા બાદ ઈ.સ> ૧૮૬૨માં તે રોઝેટી અને જ્યોર્જ મેરેડીથ સાથે કાર્યપ્રવૃત થયો. ઈ.સ. ૧૮૬૨માં મેરેડીથના કાવ્ય સંગ્રહ ‘મોર્ડન લવ’ પર ટીકાની ઝડીઓ વરસી ત્યારે ‘સ્પેક્ટેટર’ તેની કટારમાં તેણે એ કાવ્યસંગ્રહની ભરપૂર પ્રશંસા કરી. એ જે રીતે જ્યારે રોઝેટીની કવિતાને ‘The fleshy school of poetry’ ગણીને તેની ઝાટકણી કાઢવામાં આવી ત્યારે પણ તેણે ‘ફોર્ટનાઈટલી’ સામયિકમાં રોઝેટીની કવિતાને યોગ્ય રીતે પ્રમાણી હતી.

સ્વિનબ્ર્ન કાવ્યસર્જક તરીકેની કારકિર્દીનો આરંભ તેના ગાઢ મિત્ર રોઝેટીના અને પ્રી-રૅફેલાઈટ મંડલના સિદ્દાંતોના પ્રભાવ હેઠળ કર્યો, પણ તરત જ તેણે તેમાંથી મુક્ત થઈને પોતાની આગવી શૈલી વિકશાવી અને ગ્રીક, ઇલિઝાબેથ યુગનાં નાટકો, આદિની અસર હેઠળ સર્જન કરવા માંડ્યું. તેનું એક નાટક’એટલેન્તા ઈન કૅલિડન’ માં ગ્રીક નાટકના સ્વરૂપની અસર સ્પષ્ટપણે દર્શાવે છે, અલબત્ત, ગ્રીક નાટકનું તત્ત્વ તેમાં નથી છતાં યુરિપીડીયન ફ્લેવર તેમાં જણાય છે.

– ડૉ. મધુસુદન પારેખ

(‘કુમાર’ સામયિકમાંથી સાભાર)

આપનો પ્રતિભાવ આપો....