Daily Archives: September 6, 2016


અંગ્રેજી સાહિત્યનું આચમન – ડૉ. મધુસુદન પારેખ

મેરેડિયે એનાં કાવ્યોમાં શૈલીનું વૈવિધ્ય દાખવીને અભિવ્યક્તિની બાબતમાં એક આગવો અવાજ પ્રગટ કર્યો છે. તેનો કાવ્ય સંગ્રહ ‘પોએમ્સ ઍન્ડ લિરિક્સ ઑવ ધ જૉય ઑવ અર્થ (Poems and Lyrics of the joy of earth 1883) માં પ્રકૃતિના રહસ્ય, એની ગતિ વગેરેનો પોતાની વિશિષ્ટ બૌદ્ધિક શક્તિથી, કલ્પના બળે ડાર્વિન (Darvin) ની ઉત્ક્રાન્તિવાદ (Evolution) ની થીઅરી અધ્યાત્મ (spiritualism) ને તાકે છે. એ ભૌતિક વાસ્તવિકતાનો આધાર લઈને તેમ જ અનુભવપૂત હકીકતોની માંડણી કરીને નવા આશાવાદનો સંચાર કરે છે. ઉત્ક્રાન્તિ (Evolution) એ વૈશ્વિક નિયમ છે, અરે સિદ્ધાંત જ છે. આત્મધર્મનો એમાં નકાર નથી. સૃષ્ટિના ઊંડાણમાં, એની અંતર્ગત દિવ્યતા રહેલી છે. અને ધરતી, મનુષ્યની માતા, નવરાપણાનો અને પ્રગ્યાનો ઝરો છે. તેમાં વારંવાર ડૂબકી મારીને મનુષ્યે તાજગી મેળવવાની છે. કલ્પનાદ્રષ્ટિ હોય તો પ્રકૃતિ માણસને વ્યવસ્થા શીખવે છે. સૌંદર્યબોધ કરે છે અને સદગુણ ખીલવે છે તથા અધીન રહેવામાં મનુષ્ય આનંદનો અનૂભવ કરે છે.