આજે આપણે સદાય હોઈએ તેના કરતાં વધારે વૃદ્ધ છીએ, અને છતાંય આપણે ફરીથી સદાય યુવાન બની રહીએ એ માટે જીવનની દરેક ક્ષણને અપનાવો અને કંઈક અર્થપૂર્ણ કરો. તમે જે શીખ્યા છો તેને જતું ન કરો; અનુભવ માટે કારણ છે અને ભૂલો તેના ભાગ રૂપે છે. તમે જે ડહાપણ પ્રાપ્ત કર્યું છે તે તમારી જાતને યાદ અપાવો, ને વિશ્વાસપૂર્વક શાનદાર રીતે વૃદ્ધ બનો.
1. આધેડ ઉંમર પહેલાં ગભરાટ ન રાખો.
2. આધેડ ઉંમર બાદ અફસોસ ન કરો.
3. બની શકે ત્યારે જિંદગીની મજા માણો.
4. અફસોસ ને દિલગીરી વ્યક્ત કરવા માટે તમે ચાલી ન શકો ત્યાં સુધી રાહ ન જૂઓ.
5. દરેકે જન્મ, માંદગી, વૃદ્ધાવસ્થા ને મૃત્યુમાંથી પસાર થવું પડે છે.
6. જો ચિંતાઓ તમારી માંદગીનો ઉપચાર કરી શકે તો, આગળ વધો અને ચિંતા કરો.
7. જો ચિંતાઓ તમારી જિંદગીને લાંબું ટકાવી શકે તો આગળ વધો અને ચિંતા કરો.
8. જો ચિંતા અને ખુશીની અદલા – બદલી કરી શકાય તો પછી આગળ વધો અને ચિંતા કરો.
9. તમારા સંતાનો તેમનું પોતાનું ભવિષ્ય ઘડી કાઢશે.
10. તમારું પેન્શન ફંડ કે તમે કમાયેલા / બચાવેલા નાણાં તમારા પોતાના માટે રાખો, બહેતર છે.
11. વહેતું પાણી પાછું ફરતું નથી, જિંદગીનું પણ એવું જ છે.
12. શ્રદ્ધા, વિશ્વાસ ગુમાવવાની સાથે આશાનો અંત આવે છે.
13. જ્યારે તમે જતન કરવાનું બંધ કરો છો ત્યારે પ્રેમનો અંત આવે છે.
14. જ્યારે તમે અરસપરસ ભાગ પાડવાનું બંધ કરો છો ત્યારે મિત્રતાનો અંત આવે છે.
“જિંદગીનો અર્થ એવો નથી કે તમે કયાં સુધી દૂર સુધી જઈ શકો છો, કે કેવડો ઊંચો કૂદકો મારી શકો છો, કે કેવડું મોટું વજન ઉંચકી શકો છો! જિંદગી, જે અનુભવો, મિત્રતા, પરિવાર અને સ્મૃતિઓ સર્જે છે તેના વિશે છે. વહી જતાં વરસો આપણને સમૃદ્ધ બનાવે છે, તો આટલા બધા લોકો ઘડપણથી ડરે છે શા માટે?
આ નિવેદન એક સુંદર વાત્ યાદ અપાવે છે, કે “તમે ગમે તેયા ઘરડા થયા હોવ, હંમેશા જુસ્સાદાર રહો, તમે યુવાનીમાં હતા તેથી પણ વધુ.”
મારું શરીર પહેલાં જેવું યુવાન રહ્યું ન હોવા છતાં, થોડા ઓછા ભૂરા વાળ કે સપાટ પેટને ખાતર, હું મારા વિસ્મયકારી મિત્રો, મારી નવાઈભરેલી જિંદગી, મેં જોયેલી વસ્તુઓ, મે શીખેલા પાઠ અને મારો પ્રેમાળ પરિવાર કોઈવાર છોડીશ નહીં.
ઉંમર વધતાંની સાથે હું વધુ દયાવાન અને પોતાની જાત પ્રત્યે ઓછો ટીકાખોર બનીશ. હું મારો પોતાનો મિત્ર બની રહીશ.
હવેથી વધેલી કૂકી ખાઈ જવા માટે, કે મારી રૂમ ઠીકઠાક રાખવા માટે અથવા નવી કાર લેવા માટે હું મારી જાત પર ગુસ્સો નહીં કરું. મને આનંદ આપતી કોઈપણ વસ્તુ, ભોજન, ઠઠારો કે મુશ્કેલ પરિસ્થિતિની હું મજા માણીશ. તે મેં મેળવ્યું છે!
ઘડપણની સાથે આવતી સ્વતંત્રતાને સમજી શકે તે પહેલાં ખૂબ વહેલી આ દુનિયા છોડી જતા મેં મારા ઘણા બધા પ્રિય મિત્રોને જોયા છે.
હું આખી રાત જાગીને વાંચતો રહું કે બપોર સુધી ઉંધતો રહું અને કમ્પયૂટર સાથે મારો દિવસ પસાર કરું તો કોઈને શું? સાઠના દાયકાના ગીત-સંગીત પર હું નાચીશ, અને ઈચ્છા થશે તો મેં ગુમાવેલા પ્રેમની ખાતર હું રડીશ પણ.
મારા ફૂલી ગયેલા શરીર પર ચપોચપ બેસતો તરવાનો પોશાક પહેરીને હું દરિયા કિનારે ફરવા નિકળીશ, અને મને મન થશે તો દયાજનક નજરે જોતા પ્રેક્ષકોની હાજરીમાં બેફિકરાઈથી મારી જાતને મોજાંને હવાલે કરી દઈશ. એ લોકો પણ ઘરડા તો થશે જ ને!
વરસો વિતવાની સાથે સકારાત્મક બનવું સહેલું છે. બીજાઓ મારા વિશે શું વિચારશે તેની મને દરકાર નથી. હવેથી હું મારી જાત પર શંકા કરતો નથી. બીજાને વિચિત્ર લાગે તેવી વસ્તોઓ કે ભૂલો કરવાનો હક્ક મેં મેળવ્યો છે. મને ખબર છે કે હું ક્યારેક ભૂલી જઉં છું, પણ જિંદગીનો કેટલોક હિસ્સો ભૂલી જવો જોઈએ. દિવસને આખરે મને મહત્વની વસ્તુઓ યાદ આવે છે.
“હું હ્રદય ભંગની પીડા જાણું છું.” તમે તમારું પ્રિય પાત્ર ગુમાવો કે તમારું બાળક પીડાતું હોય ત્યારે પીડા કેમ ન થાય? પરંતું તૂટેલું હ્રદય આપણને તાકાત, સમજણ અને અનુકંપા આપે છે. અભંંગ હ્રદય ઉદાસીન ને કઠોર હોય છે, અને તે અપૂર્ણતાનો આનંદ કદી નહીં અનુભવી શકે. મારા વાળ ધોળા થવા કે યુવાનીનું જે હાસ્ય મારા ચહેરા પર કરચલીમાં પલટાયું તે મારી લાંબી ઉંમરની કૃપાનું કારણ છે. ઘણાને કદી આટલું હસવા કદાચ મળ્યું નહીં હોય અને બીજાઓ કદી ઘરડા થયા નથી. હું નસીબદાર છું.
તમે પૂછ્યું એટલે કહું છું, હા, મને ઘરડા થવાનો આનંદ છે. હું સ્વતંત્ર છું અને રોજ સવારે અરીસામાં દેખાતી વ્યક્તિને હું ચાહું છું.
મને મારી જાતથી સંતોષ છે.
મને આશા છે કે તમે પણ આ રીતની જિંદગી જીવવાની તાકાત મેળવશો, અને હવે કદાચ તમારું હાસ્ય કદી કરમાશે નહીં.
(અંગ્રેજીમાંથી સાભાર)
– અનુવાદક – નટુભાઈ મોઢા, મૈસૂર (કર્ણાટક)
very fine Artical.I am much pleased by reading this.
અંગ છોને જર્જરીત ઉમંગ એનો એજ છે,
સાંજનો છે સૂર્ય તોયે રંગ એનો એજ છે.
એ સદાયે હોય છે આનંદ ને ઉલ્લાસમાં,
હર ક્ષણે ને હર પળે પ્રસંગ એનો એજ છે.
——-શિરીષ ઓ. શાહ,વડોદરા———-
શ્રીમાન જયેન્દ્રભાઈ ઠાકરને સવિનય જણાવવાનું કે સામાન્યરીતે હું હંમેશાં લેખકનું નામ સાભાર સાથે ટાંકું છું. પરંતું ઉપરોકત લેખની વિગતો મને મારા ઈ-મેલ દ્વારા મળી હતી જેમાં ઈચ્છિત વિગત નહોતી. આપનું સૂચન યોગ્ય છે.
MANY MANY THANKS (Natubhai)
Very Very Nice Articals
very nice presentation of the real experience of every senior citizen.
Hemant Shah
– નટુભાઈ મોઢા અને Jignesh Adhyaru મહેરબાની કરી original લેખ અને લેખકનો ઉલ્લેખ ટાંકવો જરુરી છે.
જયેન્દ્ર ઠાકર
MIND BLOWING… SUPER ARTICLE !
જીવન પ્રત્યે નો વિધાયક દ્રષ્ટિકોણ સરસ લેખ
ચિંતન, મનન કરવા પ્રેરે એવુ લખાણ
સરસ રજુઆત,વયસ્ક સૌ ને માટે જીવનમા ઉતારવા જેવી વાતો,શ્રી નટુભાઈ અને આપનો આભાર……….