૧. ગાંધી
દેશને દુનિયામાં
નામ ગાંધી બધે ઝળકે છે
નામ ગાંધી બધે રણકે છે
પણ
સાબરમતીના ગાંધી અને
યમુનાના ગાંધી વચ્ચે
માત્ર ફેર મિસ્ટર કે મિસિસનો નથી
એક આખે આખી સંસ્કૃતિનો છે.
૨. તકલીફો
આ તકલીફો વરસતી રહી
એકલા હાથે ઝીલ્યા ન કરો
ન કોઈ સામુ જોયુ,
ન કોઈએ સારુ જોયુ,
ન કોઈ આવ્યુ,
ન કોઈ લાવ્યું,
ન કોઈએ પૂછ્યું,
ન કોઈએ સાંભળ્યુ
પારકી કંઠી રૂપાની
પણ કેટલા દિવસ પહેરાય?
પારકે દીવે કેટલો પ્રકાશ?
આપણો દીવો આપણે જ પ્રગટાવવાનો છે
આપણો રસ્તો આપણે જ કોતરવાનો છે
આપણા મરજીવા આપણે જ બનવાનુ છે.
૩. અભિમાન
મારા અભિમાન અને અહંકાર
પર હુ મુસ્તાક હતો.
એક દિવસ થયુ –
આટલી મોટી મિલ્કત લઈને ફરીએ છીએ
તો તેની રોકડી કરી લઈએ
એક દિવસ વહેલી સવારે ત્રાજવામાં
અભિમાન અને અહંકાર મુકી
બજારમાં વેચવા બેસી ગયો
બપોર સુધી ઘણા લોકો આવ્યા અને ગયા
ઘણાએ ભાવ પૂછ્યા,
મેં કિંમત કહી
બધા સાંભળી ભેગા થયા
સાંજ સુધી કોઈ ફરક્યુ નહી
એક બે આવ્યા –
તેમણે કહ્યું આ તો મિથ્યાભિમાન
એક પાઈ પણ ન અપાય
હવે મને ખ્યાલ આવ્યો કે જેને
હું જીદંગીભર પંપાળીને ફરતો હતો
તે કેટલી મુફલીસ ચીજ છે
કોઈ મફતમાં લેવા પણ તૈયાર નથી
૪.
શ્રદ્ધાંજલિ
તારા મૃત્યુ પછી
કદમો નિશાન બનાવી જવા જોઈએ
જીદંગી મિશાલ બની જવી જોઈએ
અને
અનેકની આંખમાં આંસુ આવવા જોઈએ
સ્મશાનની રાખ પણ રડી પડવી જોઈએ
નહીં તો
છાપાની શ્રદ્ધાંજલિ ના બે શબ્દો
પસ્તીમાં બીજે દિવસે વહી જશે
અને ફેરો ફોગટનો પડી જશે.
– ગોવિંદ શાહ
વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે રહેતા શ્રી ગોવિંદભાઈ શાહે તેમની આ ચાર સુંદર રચનાઓ અક્ષરનાદને પાઠવી તે બદલ તેમનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ. તેમનો આ સરનામે bahati177@yahoo.com અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.
સુંદર રચનાઓ.
વિચારો સારા છે, પણ તે કવિતા કેવી રીતે કહેવાય ? સિઘ્ધહસ્ત થયા પછી છંદ છોડો તો ચાલે પહેલેથી નહિ. અને બે ગાંધીને કવિતામાં જોખવાનું જોખમ લઇને તમે રાજકારણમાં સરી પડયા છો. બાકી વિચારો સારા છે, કવિતામાં મુકતાં શીખી જાવ !
ગોવિંદભાઈ,
ચારે ય કાવ્યો મજાનાં છે. તેમાં ય પ્રથમ તો ઘણું સરસ છે. આભાર.
ભૂલસુધારઃ ૧. પ્રથમ કાવ્યની પ્રથમ લીટીના પ્રથમ શબ્દ — ” દેશને ” બદલે ‘ દેશ ને ‘ { અર્થાત દેશ અને } જોઈએ.
૨. બીજા કાવ્યની ત્રીજી લીટી — ન કોઈએ સામુ જોયું — હોવું જોઈએ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
સુંદર રચનાઓ…
અભિનંદન…