આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ઉમેરાયા છે શ્રી રમણ પાઠક ‘વાચસ્પતી’ ના બે ઈ-પુસ્તકો
૧. તેમના ચિંતનાત્મક લેખોનો સંગ્રહ ‘વિવેકવલ્લભ’ જેનું સંપાદન શ્રી સુનિલ શાહે કર્યું છે.
૨. તેમના ચૂંટેલા લેખોનો સંગ્રહ ‘વિવેકવિજય’ જેનું સંપાદન શ્રી વિજય ભગતે કર્યુઁ છે.
અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં આ પુસ્તકો નિઃશુલ્ક મેળવી શકાય છે. આ બંને ઈ-પુસ્તકો પ્રકાશનની પરવાનગી સહ અક્ષરનાદને શ્રી ગોવિંદભાઈ મારૂએ પાઠવ્યા છે એ બદલ તેમનો આભાર.