અક્ષરનાદનું નવું સ્વરૂપ… 18


અક્ષરનાદની થીમ બદલ્યે લગભગ સાડા ત્રણ વર્ષ થયાં, ત્યારથી વર્ડપ્રેસના અનેક અપડેટ્સ થઈ ગયાં, થીમ પણ અપડેટ માંગતી હતી પણ કોડમાં કરેલ ફેરફારને લીધે એ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે છેલ્લા લગભગ ચારેક મહીનાથી થીમ બદલવાની આ પ્રક્રિયા શરૂ કરેલી. પણ છેલ્લા ચારેક મહીના જ વ્યવસાયિક જીવનના સૌથી વધુ અગવડભર્યા દિવસો થઈ રહ્યાં. એક એક દિવસ ભયાનક તાણ અને મુશ્કેલીભર્યો રહ્યો અને એ હજુ પણ ચાલુ જ છે… ખેર એ વાત ફરી ક્યારેક!

Aksharnaad Mobile Screenshot

તો…. અનેક થીમની ભયાનક ઉલટફેર, સાઈટના દેખાવ અને સુવિધાઓ અંગેની મથામણ, ખૂબ લાંબા સમયની મહેનત અને સમયનો સખત અભાવ, આ બધાંય તત્વોને પાર કરીને આજે અક્ષરનાદનું નવું સ્વરૂપ પ્રસ્તુત કરી રહ્યો છું. વેબસાઈટ જો કે બે દિવસથી આ જ સ્વરૂપમાં લાઈવ છે, પણ તેમાંના કેટલાક ફેરફારો તેને લાઈવ રાખીને જ કરવા પડે તેમ હતાં કારણ કે હું તેને એકાદ બે દિવસ મેઈન્ટેનન્સ મોડમાં મૂકવા માંગતો નહોતો.

વખતોવખત અનેક વાચકમિત્રોએ કોડમાં રહેલી ક્ષતિઓ વિશે ધ્યાન દોર્યું હતું, જેના લીધે વેબસાઈટના નેવીગેશનમાં ગડબડ થયા કરતી હતી. જ્યારે જ્યારે થીમ બદલવાની થાય ત્યારે આંખને ગમી જાય, વાંચવામાં સરળતા રહે અને છતાં સુવિધાઓમાં બાંધછોડ ન કરવી પડે એ બધી વાતો એકસાથે મળવી મુશ્કેલ રહે છે. ટ્વેન્ટી ફિફ્ટીનની ચાઈલ્ડ થીમ પૂર્ણપણે તૈયાર કરી લાઈવ કરવાની તૈયારીમાં જ હતો ત્યાં એક વિચિત્ર બગ દેખાયો જેનો ઉકેલ અનેક ફેરફારો બાદ પણ લાવી શકાયો નહીં. આખરે એ થીમ પડતી મૂકીને નવેસરથી શોધ આદરી. પચીસેક થીમનો પહેલી વખત અને સાત થીમનો આ બીજી વારમાં કચ્ચરઘાણ વાળ્યો અને આખરે આ થીમ પસંદ કરી, તેની ચાઈલ્ડ થીમ બનાવી અને બધું વ્યવસ્થિત થયું એટલે હા…શ થઈ.

તો, પ્રથમ પાને સ્લાઈડર, નવી પોસ્ટ્સ અને સરળ ડીઝાઈન સાથે શરૂ થતી વાચકની અક્ષરનાદની સફર લેખ પર પહોંચીને સરળતા અનુભવે એ મુખ્ય હેતુ મહદંશે પૂર્ણ થયો છે. વર્ડપ્રેસની કેટલીક મિનિમલિસ્ટ થીમ સરસ હતી, પણ મેં પ્રથમ વખત ચાઈલ્ડ થીમ સાથેની ડિઝાઈન પર ધ્યાન આપ્યું છે. વેબસાઈટમાં હજુ થોડાક પાનાં, જેમ કે અનુક્રમણિકા કે સાહિત્યકાર અનુક્રમ આવવાના અને થોડા કસ્ટમાઈઝેશન અને સુધારા કરવાના બાકી છે, પણ એથી રોજીંદા વાંચનમાં કોઈ તકલીફ નહીં પડે.

Aksharnaad Mobile Sharingજે તકલીફનો ઉકેલ ઘણાં લાંબા સમયથી જોઈતો હતો એ હતી અક્ષરનાદની મોબાઈલ વેબસાઈટ, જેના માટે રિસ્પોન્સિવ થીમ અને તેમાં જરૂરી કસ્ટમાઈઝેશનની જરૂર હોય. એ મહત્વની જરૂરત અહીં પૂર્ણ થઈ છે. એન્ડ્રોઈડ, આઈઓએસ કે વિન્ડોઝ માટેની એપ્લિકેશન બનાવવાને બદલે રિસ્પોન્સિવ થીમની મદદથી સરળ મોબાઈલ વેબસાઈટ બનાવવાની ઇચ્છા હતી જે આ સાથે સાકાર થઈ છે.

ઉમેરાઈ રહેલ સગવડમાં લેખની પી.ડી.એફ બનાવવી, વોટ્સએપ પર લેખ કે કડી ફોરવર્ડ કરવી, ઈ-મેલ તથા સોશીયલ નેટવર્ક પર લેખ સરળતાથી વહેંચી શકાય અને લેખની પ્રિન્ટ કાઢી શકવા જેવી સગવડો શામેલ છે. આ બધીય સગવડો બે ત્રણ દિવસમાં શરૂ થઈ જાય એવો પ્રયત્ન છે.

આપને આ નવા પ્રયત્નમાં આવતી તકલીફ વિશે, જરૂરી સુવિધાઓ વિશે અને દેખાવ વિશે આપના પ્રતિભાવો આપવા વિનંતિ છે. આશા છે આપને આ નવું સ્વરૂપ ગમશે.

અપડેટ – સોશિયલ નેટવર્ક ફેસબુક, ટ્વિટર અને ગૂગલ+ પર તથા જીમેલ દ્વારા પોસ્ટ શેર કરી શકાય છે. આ ઉપરાંત પ્રિન્ટ અને પીડીએફ માટે પણ સગવડ ઉમેરાઈ ગઈ છે. મોબાઈલથી અક્ષરનાદની મુલાકાત લેતા મિત્રો જે તે લેખને વોટ્સએપ પર પણ વહેંચી શકે એવું બટન પણ ઉમેરાયું છે જે ફક્ત મોબાઈલ વેબસાઈટ પૂરતું જ દેખાશે. તો આમ મોટાભાગની બધી જ સુવિધાઓ લાઈવ થઈ ગઈ છે. જો કોઈ તકલીફ અનુભવાય તો પ્રતિભાવ દ્વારા જાણ કરશો જેથી તેને દૂર કરી શકાય.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “અક્ષરનાદનું નવું સ્વરૂપ…

  • Manek M Sangoi

    પ્રિય જીગ્નેશભાઈ, આપની કર્તવ્યનિષ્ઠા અને લગન માટે અનેક અભિનંદન સાથે નમન
    નવું સ્વરૂપ ઘણું ગમ્યું ઉચ્ચ પ્રકારની સાહિત્ય સામ્રગી પીરસવા માટે ખુબજ આભાર

  • JADAVJI KANJI VORA

    તમે ખરેખર ખુબ જ સરસ કામ કરી રહ્યા છો એ બદલ આભાર.

  • piyush patel

    નમસ્તે જિગ્નેસભાઇ

    હુ રેગ્યુલર તમારી વેબસાઇ aksharnaad.com & readgujarati.com વાંચતો રહુ છુ આજ તમે સાઇટ ની થીમ બદલી એ ગમ્યુ. પણ મે ક્યારેય comments લખી નથી આજે પ્રયાસ કર્યો. હુ વેબ ડેવલપર છુ. અને specifically experienced wordpress developer. અને તમે જે સાહિત્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છો એ કાબીલે તારીફ છે. મારુ સોભાગ્ય માનીશ જો હુ તમને કોઇ રીતે મદદરુપ થઇ શકુ તો. તમે wordpress child theme, responsive, plugin, css, js etc ક્ષેત્રે કોઇ issues મા solution માટે મને પુછી શકો છો any time.

    આભાર

  • urvashi parekh

    શ્રી જિગ્નેશભાઈ,
    ખુબ ખુબ અભિનન્દન કામ ઘણુ સરસ થયુ છે. ખુબજ સારુ કામ કરી રહ્યા છો. ઘણો ટાઈમ અને મહેનત માંગી લે છે. તમે કરી શકો છો, એ જોઇ સારુ લાગે છે.ભગવાન તમને શક્તી ઓ આપતા રહે એ જ પ્રાર્થના.

  • Tejas

    Dear Jignesh Bhai

    Great work . It s very hard to devote time with job .. anyway you are managing Aksharnaad , JOB and Family all balanced.

    Keep it up

    Tejas Ganatra 7043160208

  • રમેશભાઈ ચાંપાનેરી ( રસમંજન) હાસ્યકલાકાર વલસાડ

    આપની પાસે ખૂબ અપેક્ષાઓ છે. સાહિત્યની સરવાણીને આધુનિક બનાવવાની કુનેહ આપ ધરાવો છે, એ તમામ વાંચકો માટે એક આર્શીવાદ છે. એટલું જ નહિ, ભગવાને આપને તમામ ક્ષેત્રે ખૂબ જમાવટ આપી છે. સાહિત્યના પણ આપ બાદશાહ છો. સમયની સાથેનો ફેરફાર કરવાનો વિચાર આવવો અને તેને સાર્થક કરવો એ પણ આધુનિક વિકાસ છે. મને લાગે કે, આપના દ્વારા તો ” અચ્છે દિન ” અક્ષરનાદ માટે આવી રહ્યા છે. ધન્યવાદ.

  • Kaushal Barot

    Wel come in new incarnation!! As you have inserted a big font size, it will enable readers to read form the distance which their eye like.

  • Natwarlal Modha

    ઊગતા સૂરજની સાથે સરળતાથી આગળ વધતા રહેવું અને નવું કરતા રહેવું. જમાના સાથે કદમ મિલાવતા રહેવાથી આજના હરિફાઈના જમાના ટકી રહેવા માટે પૂરતું બળ અને સામર્થ્ય પૂરું પાડેછે. નવા સ્વરૂપના પ્રયાસ અને સફળતાને શત શત અભિનંદન.

  • જયેન્દ્ર પંડ્યા

    જીગ્નેશભાઈ
    આપને કોટી કોટી વંદન અને અભિનંદન આપને થોડા મહિના અગાઉ મેં એક મીલ મોકલેલ જેમાં લેખોને પ્રિન્ટ કરી શકાય તેવી સુવિધા માટે પ્રયત્ન કરવા કહેલ.
    મારા માતોશ્રી ને વાંચવાનો ખુબજ શોખ હોઈ તેને હું સારા લેખોની પ્રત પ્રિન્ટ કરી આપીશ તો તેને ખુબજ ગમશે.

    આપના વ્યસ્ત જીવનમાંથી પણ આપ સમય ફાળવી અક્ષરનાદ ની વેબ સાઈટ ને ઝળહળતી રાખો છો તે માટે આપનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે.

    ફરી એક વાર આપને અભિનંદન અને સુભેચ્છા….

  • ashok pandya

    બદલાવ એ જેીવનનો ક્રમ ચ્હે એટલું જ નહિં પણ એક અનિવાર્યતા છે.
    અક્ષરનાદમાં કરવામાં આવેલા ફેરફારો ભાવકો, વાંચકો અને હિતેચ્છુઓને જરુર ગમશે. મને બહુ જ ગમ્યા છે.
    અભિનંદન અને શુભેચ્છાઓ.

  • Dr. Umesh Patel

    Sh. Jigheshbhai
    Very good theme you have introduced.
    I am always visiting this blog and really lots of new things are known through this link.
    Variety of information provided by you.
    All the best and success….

  • Vinod Patel

    શ્રી જીગ્નેશભાઈ , અક્ષરનાદના નવી સગવડો સાથેની નવા સ્વરૂપની નવીનતા આકર્ષક જણાય છે.

    મોટા અક્ષરો છે એવા ચાલુ રાખશો . વાચકોને વાંચવામાં સરળતા રહેશે .

    આપને અભિનંદન અને શુભેચ્છાઓ