અક્ષરનાદનું નવું સ્વરૂપ… 18
અક્ષરનાદની થીમ બદલ્યે લગભગ સાડા ત્રણ વર્ષ થયાં, ત્યારથી વર્ડપ્રેસના અનેક અપડેટ્સ થઈ ગયાં, થીમ પણ અપડેટ માંગતી હતી પણ કોડમાં કરેલ ફેરફારને લીધે એ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે છેલ્લા લગભગ ચારેક મહીનાથી થીમ બદલવાની આ પ્રક્રિયા શરૂ કરેલી. પણ છેલ્લા ચારેક મહીના જ વ્યવસાયિક જીવનના સૌથી વધુ અગવડભર્યા દિવસો થઈ રહ્યાં. એક એક દિવસ ભયાનક તાણ અને મુશ્કેલીભર્યો રહ્યો અને એ હજુ પણ ચાલુ જ છે… ખેર એ વાત ફરી ક્યારેક!
તો…. અનેક થીમની ભયાનક ઉલટફેર, સાઈટના દેખાવ અને સુવિધાઓ અંગેની મથામણ, ખૂબ લાંબા સમયની મહેનત અને સમયનો સખત અભાવ, આ બધાંય તત્વોને પાર કરીને આજે અક્ષરનાદનું નવું સ્વરૂપ પ્રસ્તુત કરી રહ્યો છું.