૧. ડાઘ
ઘણાં સમય પહેલાનું કંઈક
ઘૂંટાયા કરે છે અંદર અંદર,
એ ક્યારેક આંખમાં આવી જાય છે,
ક્યારેક છાતીમાં ડુમો થઈને ભરાઈ જાય છે,
ક્યારેક ડૂસકું બની જાય છે..
તારી એ લાગણીવિહીન કોરી આંખોની ભાષા
ત્યારે પણ ન સમજી અને હજી પણ નથી સમજાતી
લપસણી માટી વાળા તારા ખાબોચિયાને
દરિયો સમજી હું તારામાં સમાવા આવી ગઈ
નખશીખ ભીંજાવાની ઈચ્છાથી..
પણ હું તો કાદવથી ખરડાઈ ગઈ..
હવે માત્ર આંસુઓ પૂરતા નથી
ગંદકી સાફ કરવા માટે..
બસ, ધોધમાર વરસાદની વાટ જોઉં છું,
પણ… રખેને એથી પણ ડાઘ નહીં જાય તો ??
– ભૂમિકા માછી
૨. ચાર હાઈકુ
આવે છે યાદ
કરવી ફરીયાદ
આત્મનો સાદ.
સુંદર ઘર
સીંચ્યું મારું હૃદય
કેમ એ તોડ્યું ?
સજાવ્યું ઘર
રક્ષતો ચક્રધર
એ દેવઘર.
એની છે ભ્રાંતિ
મનમાં છે ક્રાંતિ
હૃદયે શાંતિ.
– નિરલ દ્વિવેદી
૩. કચરાપેટી
કચરો મને આપો, ભાઈ કચરો મને આપો
હું છું કચરાપેટી, ભાઈ કચરો મને આપો.
તમને આપું છું હું સ્વચ્છતા
વધારું તમારા આંગણાંની સુંદરતા.. કચરો મને આપો..
ભલે પડી રહું હું ખૂણામાં
પણ સ્વસ્થ રાખીશ જીવનમાં.. કચરો મને આપો..
દરેક વસ્તુ પોતાની જગ્યાએ શોભે
તો કચરો કેમ આમ તેમ રખડે.. કચરો મને આપો..
માન મળ્યું હતું મને ગાંધીબાપુથી
બાપુની વાત જરા માનો ભઐ.. કચરો મને આપો.
– કિશોર પઢિયાર
૪. ઉમટ્યા ઘોડાપૂર
શબ્દોના
મનમાં કે હ્રદયમાં
ખબર નહીં,
પણ થયું કે
આ શબ્દો જ
મારું જીવન છે;
સર્વસ્વ છે;
મારા આ પ્રાણપ્રિય
શબ્દોને વાચા આપવા
કર્યો નિર્ણય કે
આજે તો લખી જ નાખું
વિચારી
મુક્તમને વહાવ્યા શબ્દો
બે-જોડ
બેનમૂન શબ્દો
ચીતરી નાખ્યો આખો કાગળ
ખૂબ આનંદ થયો
થયું કે
હાશ લખી નાખ્યું બધું
પરંતુ
છેવટે અચાનક
આ શું!
ધસમસતા
આ પૂરને અંતે
વધ્યું શું?
શબ્દોથી ભીંજાયેલો
કોરો કાગળ!
– જિગર અભાણી
વાચકમિત્રોનો અનેરો પ્રતિભાવ અને પ્રેમ તેમની પ્રથમ પ્રયત્નની રચનાઓમાં ખૂબ જોવા મળે છે. કાંઈક લખવાની મહેચ્છા જે રીતે તેમની પાસે આ સુંદર રચનાઓ કરાવે છે એ ખરેખર આનંદ આપે છે. અક્ષરનાદ પર જેમની રચનાઓ આજે પ્રથમ વાર આવી રહી છે એવા મિત્રો, જિગરભાઈ અભાણી, કિશોરભાઈ પઢિયાર, નિરલભાઈ દ્વિવેદી અને ભૂમિકાબેન માછીની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદ વાચકો તેમને વધાવી લેશે એવી શુભેચ્છાઓ સાથે સર્વેનો અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ આભાર.
Very nice…write another poem and post it…congratulations to kishorbhai
Very nice poems.
All friends i am going to put my one poem in this comment, bcz i dnt know hw to send my poem to admin.
pls read below my poem and give ur valued response.
“હુ એક જ કેમ આનાથ?”
મારી નાનકડી નાનકડી આંગડીઓ નો સહારો હતો જે હાથ,
એ કેમ તે છીનવી લીધો તુ બોલ જગત ના નાથ.
શુ ભૂલ હતી મારી બોલ કે શુ મે કર્યો હતો અપરાધ,
કે મધ્યાહન ના રવિ ઉપર તે પ્રસરાવી દીધી અમાસ..
એ વહાલપ ભરેલો હાથ ને એમના સ્મિત નો અજવાશ,
એ સઘડુ શોધવાનો હુ કરુ છુ કાયમ નિષ્ફળ પ્રયાસ..
કોણ જાણે તુ કયા લઇ ગયો રંગ જીવન ના તમામ,
સુમસાન થઇ ગયુ છે જીવન આખુ જાણે કો હો સ્મશાન..
જોવું છું જ્યારે જ્યારે ક્યાક આગડી પકડેલો હાથ,
તો બસ એક જ પ્રશ્ન પ્રભુ તને, “હુ એક જ કેમ અનાથ?”.
વિમલરાજ સિંહ,
આપની કવિતાઃ — હું એક જ કેમ અનાથ ? — વાંચી. ખૂબ જ ગમી. મમળાવવી ગમે તેવી મજાની કવિતા આપી. આભાર.
… પરંતુ, કવિતામાં ભૂલો ન ચાલે. આંગળી ને બદલે આંગડી કે આગડી ન જ લખાય. સઘળુ ને બદલે — સઘડુ, તથા સુમસામ ને બદલે સુમસાન ન ચાલે. વળી, હુ , તુ , ગયુ , શુ , છુ , કરુ , ક્યાક … આ બધામાં અનુસ્વાર કરવાનું ભૂલી જવાનું ? —- આ ઉપરાંત, તે અને તેં વચ્ચેનો ભેદ સમજો. તેં … પ્રભુને સંબોધીને કહેવાય છે , જ્યારે … તે … લખો તો એ અમાસ માટેનું દર્શક સર્વનામ ગણાશે. { લીટી નંઃ ૪ માં }
ટૂંકમાં, કવિતા લખ્યા પછી શાંતિથી વાંચી લેવી અને ભૂલો હોય તો સુધારી લેવી … કારણ કે … તે હવે બીજાઓ માટે છે !
આપનો,
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Such a beautiful and good motivative lines keep posting and bring Change in every human @ Kishore padiyaar
સર્વે ને અભીનંદન.
Nice..creation…bhumi machhi…:-)
મારા જેવા નવોદિતો માટે આવી રચનાઓ ઘણું શીખવવાનું અને ઘણું શીખવા માટેની પ્રેરણા પૂરી પડે છે દરેક લેખક ને ખુબ ખુબ ધન્યવાદ….
હું લખું છું મારા ઉરના શબ્દો,
લોકો કહે છે તું,સાચુજ શાને લખે છે…?
ડાઘ… ભુમિકાબેન , હાઇકુ નિરલજી , કચરાપેટી કિશોરભઇ અને શબ્દો જિગરભાઇ… દરેકને અનેક અભિનન્દન્..
ભુમિકાબેનની રચના ડાઘ સુંદર એક સ્ત્રીના હ્દયની વ્યથા અરમાનોની કથા સરસ વર્ણવી છે તેમણે ધન્યવાદ બેન. બીજી રચનાઓ પણ વાંચવી માણવી પડે તેવી છે