દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ 2
મોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો.