પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી 12
પારકાની પંચાત કરવી એ પણ એક કળા છે..!
એ તો આપણો વહેમ છે બકા.. કે, આપણે બહુ સારાં માણસ છીએ. બાકી પંચાત કરતાં ના આવડતું હોય તો, જાતને ‘ ઝીરો ‘ જ માનજો! આપણે હજી પંચાતીયાઓ જેટલાં ‘નાડ-પારખું’ નથી! આ લોકો એવાં ટેસ્ટી હોય કે આપણું ભેજું ફ્રાઈ કર્યા વગર ચાવી જાય! આપણા ડ્રાય ભેજાનું તો એમની આગળ પાંચિયું પણ નહીં આવે! ‘પંચાતિયા’ એટલે પારકી પંચાતના સ્ટૉકીસ્ટ અને હોલ-સેલ ડીલર! એનો ધંધો જ એ! જ્યાં સુધી કોઈની પંચાત ના કરે ત્યાં સુધી એમના ચોઘડિયાં સુધરે જ નહીં!