અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ શરૂ થયો ત્યારથી આજ સુધી તેને સતત વાચકોનો અલભ્ય પ્રેમ અને પ્રોત્સાહન મળ્યા છે. અનેક વિટંબણાઓ પસાર કરીને તથા એક એક ઈ-પુસ્તક પાછળ ટાઈપીંગ, બબ્બે વખત પ્રૂફ રીડીંગ, ગોઠવણી અને પ્રસિદ્ધિ સુધીની સમગ્ર યાત્રામાં પૂરાયેલી અથાગ મહેનતને અંતે મળેલા ૫૦૦થી વધુ પ્રતિભાવ એ જ સૂચવે છે કે વાચકમિત્રોએ આ વિભાગને વધાવ્યો છે, માણ્યો છે અને પ્રસરાવ્યો છે.
અક્ષરનાદ પર ઉપલબ્ધ ૪૪ ઈ-પુસ્તકોના અત્યાર સુધી કુલ ૩,૨૫,૦૦૦ થી વધુ ડાઊનલોડ પૂર્ણ થયાં છે. ગુજરાતી ઈ-પુસ્તકો નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવતી બિનવ્યવસાયી અને સ્વખર્ચે, કોઈ પણ દાન કે મદદ વગર ચાલતી વેબસાઈટ માટે આ એક આગવી ઉપલબ્ધી જ છે. અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડના આ તો ફક્ત અહીંથી ઉપલબ્ધ આંકડા છે, આ સિવાય પણ ઈ-મેલ દ્વારા, અન્ય બ્લોગ્સ/ વેબસાઈટ પર ઉપલબ્ધ આ ઈ-પુસ્તકોના આંકડા વિશે વિચારીએ તો ખરેખર હૈયું પુલકિત થઈ ઉઠે એવો અદભુત પ્રતિસાદ રસિક અને ઉત્સાહી વાચકમિત્રોએ આપ્યો છે. તેમનો આભાર માનવાનો અવસર લેવા માટે જ આજે આ પોસ્ટ મૂકી છે. આપ સૌને ખૂબ ગમેલા એવા અક્ષરનાદના કેટલાક પ્રચલિત ઈ-પુસ્તકોના મુખપૃષ્ઠ અહીં પ્રસ્તુત કર્યા છે. અક્ષરનાદની આ નાનકડી ક્ષમતાને આપ સૌએ વધાવી છે એ બદલ “આભાર”
સંયુક્ત પ્રયાસો દ્વારા અને અનેકવિધ સગવડો પ્રાપ્ત હોવાને લીધે ઈ-પુસ્તકો પ્રસિદ્ધ કરતી અનેક અંગ્રેજી વેબસાઈટ્સ છે, પરંતુ આ નાનકડો પ્રયાસ ગુજરાતી માટે સૂરજ નહીં તો દિવડો થઈ શકે, ડાઉનલોડ વિભાગ આમ જ સતત નવા નવા ઈ-પુસ્તકો વડે સમૃદ્ધ થતો રહે એવી અપેક્ષા અને અભ્યર્થના સહ,
આપ સૌનો આભાર,
ગોપાલ પારેખ અને જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક, અક્ષરનાદ.કોમ
નમશ્કાર્,
નયુસહન્ટ ઉપર ગુજરાતિ સાહિત્ય ઉપલ્બ્ધ કરવા બદલ આપ નો ગણો આભાર.
પ્ર્ણામ
શ્રી જિગ્નેશભાઈ અને તમારી ટિમ;
*********નમસ્તે.**
*****ખૂબ સરસ કામ કરો છો॰**
**પાણીની”પરબ” જેવી આ સાહિત્યની”પરબ”છે॰*
***ફરી આભાર અને અભિનંદન****
*********જયેશ શુક્લ.”નિમિત્ત॰”વડોદરા॰31.10.2013.
*** (સરદારજયંતિ અને વાઘબારસ॰)****
બહુ ઉત્તમ વેબસાઈટ છે અને વિવિધ પ્રકારની ઘણી માહિતી તમે આપતા રહો છો. આવા પ્રયોગો થકી ગુજરાતી ભાષા જરૂર ટકશે. અમને પરદેશમાં-અમેરીકામાં- તો ભારતની યાદ અપાવી દયે છે.
આમજ મૌજ પિરસતા રહો…
અક્ષરનાદની ટીમ,
આભાર તમારે નહીં અમરે માનવાનો હોય. ઘણા અગત્યના પુસ્તકો જેના પ્રચાર-પ્રસારની જરુર છે એ અક્ષરનાદ પરની વિનામુલ્યે મળે એ સામાન્ય માણસ માટે જરુરી છે. આમ આ શુભ કાર્ય માટે ધન્યવાદ અને હૃદયપુર્વક આભાર.
ધૂમકેતુ રચિત નવલકથાઓ ઐતિહાસિક કાલીન ગુજરાત તેમજ માળવા નું અદભૂત ચિત્રણ કરે છે તેને આપની લાઈબ્રેરી નો હિસ્સો બનાવવા વિનંતી
કોણ કહે છે કે ગુજરાતીઓ વાંચતા નથી? અક્ષરનાદે સવા ત્રણ લાખ ડાઉનલોડ થકી સિદ્ધ કરી બતાવ્યું છે કે ગુજરાતીઓ ભરપૂર વાંચે છે મારાં મતે તેઓ વધારે વાચનાભિમુખ થયા છે. અભિનંદન. તમારી (જીજ્ઞેશભાઈની) અથાગ મહેનત ફળી છે, રંગ લાવી છે. આપના પ્રેરક કાર્યોનું અનુકરણ કરીને અક્ષરનાદની જેમ અલખનાદ જગાવ્રનારાઓમાં વૃદ્ધિ થાય તો નિરંજન નિરાકાર ધ્વનિ સર્વત્ર પ્રસરે, પ્રસરી રહ્યો છે જેનું ગુંજન વિશ્વવ્યાપી બને. – હર્ષદ દવે.
તમારા આવા ઉત્સાહપ્રેરક પ્રતિભાવો અમારે માટે (CATALYST)નું કામ કરે છે, આભાર
.
અક્ષરનાદ
પ્રતિભા / જિગ્નેશ / ગોપાલભાઈ આનિ મન્દલિ ,
તમારિ આ પ્રવ્રુત્તિ ગુજરાતિ સાહિત્ય – સન્સ્કાર જગત માતે અજોદ અને અભુતપુર્વ ચ્હે , તેનિ નોન્ધ લેતા અનોખો આનન્દ થાય ચ્હે . આજે જ્યારે દરેક ક્ષેત્રમા રોકદુ કરવાના કિસ્સા પુરબહારમા ચાલતા હોય , ત્યારે તમે જે અલઓકિક આનન્દ – કાર્યનિ ધુનિ ધખાવિને બેથા ચ્હો – તે અચરજ પમાદે એવિ પારદર્શક પ્રવ્રુત્તિ ચ્હે . ધન્યવાદ . અશ્વિન દેસાઈ સમન્વય ૧૫ સર્વિસ રોદ બ્લેકબર્ન વિક ૩૧૩૦ ઓસ્ત્રેલિયા