નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 18
હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમના અનેક ચાહકોમાં એક હું પણ છું, ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રસ્તુત કૃતિ એક પુરૂષની અનોખી અસમંજસને દર્શાવે છે, આમ તો આ વાર્તા કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી, પરંતુ વાચકને વાર્તાના અંતે એવો જ કાંઈક અહેસાસ જરૂર થશે…. અને છતાંય જાતિ આધારીત ભિન્નતા ધરાવતા સમાજની બીક એક પુરુષને કેવી બાબતોમાં ડર ભોગવતો કરી દે છે એ પ્રસ્તુત વાર્તા પરથી સ્વયં સ્પષ્ટ છે. નવા વિષયો, અનોખા ઘટનાક્રમ અને માનવ લાગણીઓને સહજતાથી પ્રગટ કરી શકવાની હાર્દિકભાઈની ક્ષમતા ખરેખર કાબિલેદાદ છે. વાચકમિત્રોના પ્રતિભાવોની તેઓ રાહ જોઈ રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.