Daily Archives: May 14, 2013


પીર રે પોકારે મુંજાં ભાવરાં રે ! – જેસલ પીર 6

સર્જનનું આ સ્ત્રોત જેસલ નામના સંતે પોતાની તોળલ નામની સ્ત્રી-સંત-ગુરુના મુર્ચ્છિત દેહને સજીવન કરવા માટે એ દેહની સન્મુખ, જ્યોતપૂજનના રાત્રી સમારંભમાં ગાયું હતું એવી લોકકથા છે. આમાં ઉત્પત્તિનું તેમજ ભવિષ્યના વિલયનું પણ ગાન છે. કચ્છની ધરણીને ધ્રુજાવનાર ડાકુ જેસલ જાડેજામાંથી જેને પ્રતાપે સંત જેસલ પીર બન્યા તેવા પોતાના ગુરુ સતી સંત તોળલના માટે સર્જાયેલું આ ભક્તિગાન જેસલની સમર્પિતતાની સાથે સાથે તેના ઉર્ધ્વગમનનો પણ પ્રતિઘોષ પાડે છે. સૌરાષ્ટ્રની રસધારમાં જેસલ જાડેજાને પોતાની તલવાર, તોળલ ઘોડી અને સાથે સાથે પોતાના પત્નિ એવા સતી તોળલનું પણ સહજતાથી જેસલને દાન આપતા કાઠી સંત સાંસતીયાજી તોળલને એ દાનનો મર્મ સમજાવે છે. સાંસતીયાજીના પાત્રને અવાજ આપ્યો ત્યારે મને અદભુત લાગણી થઈ હતી, એ સંત તોળલને સમજાવતા કહે છે, “સતી, એ ડાકુ છે, લૂંટારો છે, અને પોતાના માર્ગમાં આવનારને દૂર હટાવી ધ્યેયથી જરા પણ ડગવું નહીં એવો એનો ધર્મ છે, આવા મક્કમ મનોબળવાળા જો પોતાની સૂરતા બદલે અને હરીને મારગે વળે તો ! એને હરીના પંથે લાવવો તમારું કામ છે તોળલ !” આજે ફરી એ જ સંવાદનું સ્મરણ થાય છે.