Daily Archives: April 3, 2013


પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ – ઝવેરચંદ મેઘાણી 3

પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાંમોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે. આવી દલિલો કરનારા ભૂલી જાય છેકે નર્યા સાહિત્યકારોમાંના ઘણાનાં, સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલા હોય છે. શ્રી ક. મા. મુનશી જેવા કેટલાય સાહિત્યકારોનાં પોતાના ખૂબ પ્રશંસા પામેલા પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી લખેલા હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી. શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકોમાંના દરેક પાંચ પાંચ દસ-દસ વર્ષની હળવી ધીમી વિચારણા કે હલવા ધીમાં લેખનમાંથી નથી જનમ્યાં.