આચમન.. (કેટલાક વિચારપ્રેરક લખાણો) – સંકલિત 12
માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે, પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શક્તાં. છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતિ વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ. આવા જ કેટલાક નાના પરંતુ વિચારપ્રેરક લખાણોનું એક નાનકડું સંકલન આજે પ્રસ્તુત છે.