કેમ ..? કેમ …? કેમ …?
એણે બારીમાંથી બહાર જોયું. અમુક બાળકો બહાર રમતા હતા બાકીના ઘરે જતા હતા. સ્કૂલબેગ ઉપાડીને ‘આફટર સ્કૂલક્લબ’માં બાકીના બાળકો સાથે જવા સની પણ ઉભો થયો.
બાળકના ઝડપથી વિકસતા જતા બૌદ્ધિકસ્તરની ઘણાને કલ્પના જ નથી હોતી. બાળકના ઉછેર અને વિકાસમાં માતાપિતાનો સંયુક્ત પ્રયાસ અને પ્રસન્ન પરિવાર મહત્વનો ભાગ ભજવે છે.
‘સ્કુલ ક્લબ’માં ‘ટીમોથી ગોઝ ટુ સ્કુલ’ની એક સ્ટોરી મીસ્ટર બ્રીગ્ઝની હાજરીમાં એણે વાચી.
‘વેરી ગુડ. ટેલ ધીસ સ્ટોરી ટુ યોર મમ્મી, ઓકે?’ કહેતાકને પછી ટીચર એની પાસેથી જેવા ખસીને વિલિયમ પાસે ગયા કે સનીએ બુક બંધ કરી. નાનકડા હાથ ટેબલ પર ફરવા માંડ્યા.
‘ટેલ સ્ટોરી ટુ મમ્મી, બટ હાવ ઈઝ ધેટ પોસીબલ,’ એને થયું. મમ્મીની વારંવારની લાંબી પિયરયાત્રાથી સની કંટાળતો હતો. પિયર આગળ બીજી બધી જ વાતો ગૌણ બની જતી હતી.
બંને હાથની હથેળી પર એનો ચહેરો ટેકવીને એ શાંત બેઠો. મનમાં વિચારચિત્ર ઉભરતું હતું. એણે ટેબલ પર એક કાલ્પનિક ફ્લાવર બનાવ્યું એની ફરતે ડીઝાઇન બનાવી. બાજુના ખાલી ટેબલ પર પછી એ હળવેકથી ખસ્યો. વર્ગમાં બધા બાળકો પોતાના કામકાજમાં વ્યસ્ત હતા. એણે પહેલાના જેવું જ એક ફ્લાવર બીજા ટેબલ પર પણ બનાવ્યું અને પછી બંને ટેબલ પર વારાફરતી વ્હાલપનો હાથ થોડીવાર ફેરવતો રહ્યો. આમતેમ જોયું, એના પર કોઈની નજર ન હતી એ જોઇને પછી આંગળી હોઠ પાસે લઈ જઈ બંને ફ્લાવરમાં બકી પણ કરી જ દીધી.
‘હોમ ટાઇમ ..’ મીસ્ટર બ્રીગ્ઝે જાહેરાત કરી કે બાળકો વર્ગની બહાર નીકળવા માંડ્યા.
‘કમ ઓન સની.’ વિલિયમે બુમ પાડી. વર્ગ લગભગ ખાલી થઇ ગયો. સનીએ બેગો ખભે ભેરવી. પછી કશુક યાદ આવતા જ પાછો ફર્યો અને ઝટઝટ પેલા બંને ટેબલોને ખસેડીને જોડાજોડ ગોઠવી દીધા અને બહારના બારણાં તરફ દોડી ગયો, ‘લવ યુ ડેડી, લવ યુ મમ્મી’. કહીને દોડીને એ બહાર ઉભેલા દાદીને વહાલથી વળગી ગયો. દાદીએ એને વહાલ કર્યું. પંછી દાદીનો હાથ પકડી લીધો અને ઘર તરફ જવા સનીએ પેલીકન ક્રોસીન્ગનું બટન દબાવી દીધું ..
રાતે જ્યાં સુધી ડેડી એને સુવાડી ન દે ત્યાં સુધી ડેડીને સની છોડતો જ નહિ.
‘વ્હેન ઈઝ ડેડી ક્મીન્ગ ફ્રોમ વર્ક દાદી?’ સની પૂછતો.
‘હમણાં થોડીવારમાં, હં બેટા,’ કહીને દાદી સનીને ભાવતો લોલીપોપ આપીને પટાવતા,
આજે રાંતે સની શાંત લાગતો હતો, કૈક વિચારોમાં હતો. એનું એક હોમવર્ક હજી બાકી હતું, ‘ડેડી, યુ નો વ્હોટ..?’ ડેડીને પછી સનીએ પૂછ્યું. ‘ય ..સ બેટા.’
‘ટીમોથી સ્કુલેથી આવીને પછી એના બેબી બ્રધર સાથે રોજ રમે. પણ મારો બેબી બ્રધર અરુણ અહી કેમ નથી રહેતો ..?’
સનીના કપડાને અસ્ત્રી કરતા હાથ અટક્યા. હજી એ કશુક બોલે તે પહેલા જ ‘મમ્મી આપણા ઘરે કેમ નથી રહેતી અને મામાને ત્યાં જ રહે છે એમ કેમ?’ એની આંખો ભીની થતી હતી, મનમા ઘેરાયેલા વિચારોને એણે શબ્દરૂપ આપવા માંડ્યું…
‘બેટા, પણ હું છું ને તારી સાથે…?’ કહેતા ડેડીએ સનીને બાથમાં લઇ જ લીધો ત્યાં તો,…
‘મને શું ગમે છે તે મમ્મી કેમ સમજતી જ નથી ડેડી, વાય ડઝ્ન્ટ શી થીંક અબાઉટ મી ઓર યુ ઓર અવર ફેમીલી? એને ગમતુ જ કેમ મમ્મી ઓલ્વેઈઝ કરે છે? ભઈલુ સાથે મને પ્લે કરવું છે રહેવું છે. ઇવન યુ અન્ડર સ્ટેન્ડ ધેટ. બટ વ્હાય મમ્મી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ? કેમ? કેમ? કેમ?’ એના સવાલોમાં રુદન પણ જોડાયું.
સવાલોથી ડેડીની મર્યાદાનો બંધ પણ હવે તો તૂટી જ ગયો. નવ નવ વરસથી ખામોશીથી ખમેલા પત્ની વૈદેહીના અપમાન, સંતાપ, રંજાડ, બધા એકસાથે જ ભોંકાયા …
સની મુક્ત મને રડતો હતો અને એને શાંત કરવામાં ડેડી પણ …. વિચારમંથનનો ઉભરો ડેડી પાસે શબ્દોમાં ઠાલવ્યા પછી ડેડીની હુંફમાં સની ઉઘી ગયો.
‘પોતાના સવાલો સનીના મોઢે…? ‘ગજબ થઈ ગયું ‘ ‘સની બધું જ સમજે છે’, એ વિચારતો હતો, પછી સનીને બચી કરીને એ વોશ રૂમમાં ગયો…
વૈદેહીને સમજાવવાના એણે કેટકેટલા પ્રયત્ન કર્યા, પણ બેકાર. દર્પણને પોતાની નોકરીની ચિંતા, મોર્ગેજની ચિંતા, સનીની બધી જવાબદારીઓ ઉપરાંત ઘરના સ્ત્રીસહજ કામોનો ભાર સુધ્ધાં એને માથે આવી પડ્યો હતો. વખત જતા વૈદેહી સુધરી જશે એં આશામાં લગ્ન પછી ડોક્ટર દર્પણે કેટલા મોકા એને આપ્યા પરંતુ અફસોસ કે વૈદેહીનો ઈગો, ક્રોધ અને જીદ એના જ પરિવારને ખેદાનમેદાન કરતા હતા એની જાણ વૈદેહીને ન જ થઈ. પરણેલી પુત્રી પોતાના પતિ અને પુત્રનો પરિવાર છોડીને પિયરને જ જ્યાં શોભાવતી હોય એવી વૈદેહીઓને માટે તો ફક્ત એ જ પૂછવાનું મન થાય કે આ વિનાશક જુવાળ કોની દેણ હશે? એ તો ભલું થાજો દાદા દાદીનું કે પુત્ર પૌત્રની વ્યથા સમજી દાદાએ દાદીને 100 માઈલ દૂર પુત્રને ત્યાં ઓક્સફર્ડ મોકલ્યા અને પોતે પોતાનું ગાડું એકલે હાથે ખેચવl ઓફર કરી. જેમને આ ઉમરે મદદ કરવી જોઈએ એવા પાસે જ મદદ લઈએ એ તો કેટલી નામોશી કહેવાય. પણ એ તો સમજે તો ને? આવી નિંદનીય વૈદેહીઓ કેવળ ઈગો, ગુસ્સો, જીદ અને સ્વાર્થને ખાતર પોતાનl જ નહીં પણ મદદરૂપ થતા સુખદ દામ્પત્યનેય તોડે છે.. આ રીતે જ….
નાનકડા અરુણને લઈને વૈદેહી પિયરમાં પડી હતી. સનીને મમ્મીના વર્તનમાં જ ઘણા શબ્દોના અર્થ સમજાઇ ગયા હતા.
‘મેં શા માટે એટલા બધા વરસ એના અપમાનો, આતંક, દુખો સહન કર્યા? …એનો સ્વભાવ સુધારશે એમ મેં કેમ માની લીધું? વૈદેહીએ વારંવાર છૂટાછેડા માગ્યા ત્યારે મેં અત્યાર સુધી એને કેમ ન આપ્યા? એનામાંની અસંસ્કારિતાની ઊંડી છાપ કેમ હું જોઈ જ ન શક્યો અત્યારસુધી.. ? દર્પણના મનમાં સવાલ ઝીકાતા હતા….
કેમ …? કેમ …? કેમ …?
સવાલોનો જવાબ હતો ‘એની ધીરજ અને ક્ષમાની ભાવના’ …અને એણે નિર્ણય લઈ જ લીધો.
– ગુણવંત વૈદ્ય
શ્રી ગુણવંતભાઈ વૈદ્યની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. લઘુકથાના સ્વરૂપમાં એક પાતળા તંતુને ખૂબ ચીવટપૂર્વક ઉંડાણ સુધી લઈ જઈ તેના વિશે આવી કૃતિ રચવી એ ખૂબ કપરું અને ધ્યાન માંગી લેતું કાર્ય છે. એક નાનકડા બાળકના મનમાં અલગ અલગ રહેતા તેના માતા-પિતા વિશેની વાત, તેના પિતાની માતા વિશેની વિચારસરણી વગેરે ખૂબ સુંદર રીતે તેઓ પ્રગટ કરી શક્યા છે એ બદલ અભિનંદન અને અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.
મને તો વાર્તા ગમી… લઘુકથા કહેવાય કે નહી.. વાર્તા ટૂંકાવી શકાય કે નહી એ લપમાં હું પડતી નથી અને મારી એટલી સમજણ પણ નથી.. બસ મને વાર્તા ગમી.. અભિનનંદન… અને આભાર…
આધુનિક સમાજનું વરવું ચિત્ર.પાડે પાડા લડે અને ઝાડનો ખો.!!” પતી-પત્નીના અહમ ( ઈગો )ના ટકરાવમાં બીચારા નિર્દોષ બાળક્નો ભોગ ? સુંદર અને ભાવ વાહિ રજુઆત. જો કે રાજુભાઈ પટેલના કથન મુજબ વાર્તાને ટુંકાવી શકાત.’ એની હાઉ ‘ પ્રયાસ સારો અને સફળ છે.ગુણવંતભાઈને અભિનંદન ઉમાકન્ત વિ.મહેતા “અતુલ “
ગુણવંત ભાઈને પ્રયાસના માર્ક આપી શકાય. સાથે બે વાત : આ વારતા ટૂંકાવી શકાય –લગભગ ૪૦ %. — આજે રાતે સની શાંત લાગતો હતો…. — ત્યાંથી પણ વારતા શરુ થઇ શકે- સ્કુલ નો હિસ્સો , વિલિયમ-ટીચરના પાત્ર અનિવાર્ય નથી લાગતા. અને બીજી વાત – કથા ની વચ્ચે લેખક સ્વયં પણ બોલે છે- કેમ..? લેખક ને કશું કહેવું છે માટે તો કથાના પાત્ર છે – એ પાત્રો પણ બોલે સાથે લેખક પણ બોલે…!! કેમ ભાઈ…?
સરસ વાર્તા..પ્રવાહિતા ખુબ સરસ..અભિનંદન…
ગુન્વનતભાઈનિ ક્રુતિ આધુનિક બાલક્નિ આધુનિક વેદના ને
વાચા આપ્તિ હોવાથિ એને કોઇ પન સ્વરુપે આપને બિરદાવવિ જ રહિ . ઉદ્દેશ નવા વિશયો લૈને આવતા નવા
લેખકોને પોન્ખવાનો ચ્હે . સમય્નિ સાથે સાહિત્ય પન બદલાવાનિ તૈયારિ રાખે તો જ , ગુજરાતિ ભાશાને ચિરન્જિવ
રાખિ શકાશે . ધન્યવાદ . – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા
ashvindesai47@ggmail.com
Decison always depends on Situations, Situation does not depend on Decsion. You may took wrong decision but in it took in a best way you thought in that situation and if outcome of that decision become worst situation, you have to control your selves and have to take onother decison to revive.
This can N O T be called/considered a “Laghukatha” at all. Laghukatha should be written in 15 to 20 lines at the most. I just can not understand how you have treated it as such.
move forward in life we have to take some hard diccision …
Somehow it did not Appel to deeper level.