માણસ – જીજ્ઞા ત્રિવેદી 18


માણસ કદી…

સંજોગની સાથે જ ફંગોળાય છે માણસ કદી,
દુર્ભાગ્યની રજમાંય રગદોળાય છે માણસ કદી.

વિશ્વાસની ખુલ્લી હથેળી પર તરોતાજા રહે,
સંદેહની મુઠ્ઠી મહીં ચોળાય છે માણસ કદી.

કાયમ ક્ષિતિજો આંબવા તત્પર રહે પંખી બની,
કિન્તુ પ્રથાના પીંજરે અકળાય છે માણસ કદી.

આઘાત-પ્રત્યાઘાતથી જ્યારે હ્રદય આળું બને,
આંસુ બનીને આંખથી રોળાય છે માણસ કદી.

જે ત્રાજવે તોળાય છે સંસારના સગપણ ઘણાં,
એ સગપણોના ત્રાજવે તોળાય છે માણસ કદી.

– જીજ્ઞા ત્રિવેદી

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા – નિરાશા, સંભવ – અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.

અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી સુંદર, બળુકી અને અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


18 thoughts on “માણસ – જીજ્ઞા ત્રિવેદી

  • Ramesh Sarvaiya

    ખુબજ સુંદર રચના જીગ્નાબેન ખુબ ખુબ અભિનંદન
    સગપણો ના ત્રાજ વેતોળાય છે માણસ કદી

    નિકળ્યો હતો પૈસાથી દુનિયાને ખરીદવા
    કિન્તુ ખુદજ હાટડીએ વહેચાય છે માણસ કદી

  • vijay joshi

    અતિ સુન્દર ગઝ્લ્….

    હથેળીની હુંફ છોડી હે નસીબ,
    જિવી તો બતાવ બની માણસ કદી….વિજય જોશી

  • ashvin desai47@gmail.com

    ગુજરાતિ સ્કુલ ઓફ ગઝલ વિશે જાનિ જેતલુ અચરજ થયુ
    તેથિ બમનુ અચરજ બહેન જિગ્નાનિ ગઝલ મમલાવિને થયુ
    ગુજરાતિ ગઝ્લ્નો આ વિકાસ થયેલો જોઇને ગદગદિત થૈ
    જવાય ચ્હે . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Madhu Manek

    ગઝલ્નો વિશય ચેીલાચાલુ ચ્હે અને પ્રાસ પન ખોતો લાગે ચ્હે.
    કદેી ન હોય ને જો સતત હોત તો વધારે યોગ્ય સબિત થાત્ . આ તો મારો અન્ગત મત થ્યો. બાકેી all the best.

  • Kirti Vagher

    સુંદર અને સંવેદનાપૂર્ણ રચના – જીજ્ઞાબેનને હાર્દિક અભિનંદન.

  • Rajesh Vyas

    વાસ્તવિક્તા નો સચોટ ચિતાર રજુ કર્યો છે. શ્રીમતિ જીજ્ઞાબેન દવે ને ખુબ ખુબ અભિનંદન અને નિયમીત લખતાં રહે એવી હાર્દિક શુભેચ્છા.

  • Suresh Shah

    જીગ્નાબેનનો નવો પરિચય થયો એક ગઝલકાર તરીકે.
    પ્રથાના પિંજરે અકળાય છે ….
    રોજબરોજ ના જીવન અને નામ પૂરતા સંબંધ, સગપણ વચ્ચે અટવાયેલઑ આ માણસ ….
    આવી અકળામણ ને શબ્દો આપી રજૂ કરવા બદલ અભિનંદન.
    આસ્વાદ કરાવવા માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર