પતિ-પત્ની વચ્ચેના સંબંધોમા અલગ અલગ તબક્કા – પી. કે. દાવડા 8


શરૂઆત થાય છે હળવા મળવાથી. આ તબ્બકામા બન્ને જણ પોતાનું સારાપણું દેખાડવા સભાન પ્રયત્ન કરે છે. આ તબ્બકામા બનેની સહિષ્ણુતા સામાન્ય કરતાં વધારે હોય છે. એકબીજાની નાની-મોટી ભૂલો જતી કરે છે, કારણ કે તેમને એકબીજાનો સહવાસ ગમે છે, અને વધુમા વધુ સમય સાથે ગાળવા પ્રયત્ન કરે છે. સામા પાત્રને કેવું લાગસે વિચારી, તેઓ એકબીજાથી ઘણી વાતો છુપાવે છે. આ તબ્બકામા બધું સમુસુતરું ઉતરે તો સંબંધ બીજા તબ્બકામા પ્રવેસે છે.

આ તબ્બકો છે લગ્નજીવનની શરૂઆતનો. શરૂઆતમા તો પોતાને નવા મળેલા “મેરીડ કપલ”ના મોભાથી ખુશ રહે છે. આ તબ્બકામા તેઓ એકબીજાની આદતો અને ખામીઓનો ધીરે ધીરે અવલોકન કરે છે, અહીં ધીરેથી પોતાના પતિ તરીકેના અને પત્ની તરીકેના હક્કોનો વિચારો આવવાની શરૂઆત થાય છે. આ તબ્બકો જો અણબનાવ વગર પસાર થઈ જાય તો સંબંધ ત્રીજા તબ્બકામા પ્રવેસે છે.

હવે તેઓ એકબીજાની શક્તિઓ અને નબળાઈઓ જાણી ચૂક્યા હોય છે. બન્ને થોડા વધારે હક્ક જતાવતા થાય છે અને સહિષ્ણુતામા થોડો ઘટાડો થાય છે. અહીં તેઓ કલ્પનાની દુનિયામાંથી બહાર આવી ચૂક્યા હોય છે અને વાસ્તવિક દુનિયામા રહેવાનું શરૂ કરે છે. આ તબ્બકો ખૂબ મહત્વનો છે, કારણ કે શેષ પરિણીત જીવનનો અહીં પાયો મંડાય છે. બન્ને અથવા બે માંથી એક સહિષ્ણુ હોય અને સમજદારી બતાવી, નાની નાની વસ્તુઓ જતી કરે તો જીવન સરળતાથી આગળ વધે છે. જો વાત વાતમા જીદ, અવિશ્વાસ, હું પણું આગળ થાય તો એક બીજા પ્રત્યે નફરતના બીજ વવાય છે, જે આગળ ચાલતાં છૂટાછેડામા પરીણમે છે અથવા લગ્ન બહારના સંબંધોમા પરિણમે છે.

જો જીવનનો ત્રીજો તબ્બકો સરળ હોય તો સંબંધ ચોથા તબ્બકામા પ્રવેશે છે. આ તબ્બકામા બાળકને જન્મ આપે છે અને ફરી એકવાર માબાપ બન્યાના દરજાનો આનંદ ભોગવે છે. બસ આ તબ્બકામા પુરૂષ પોતાના બાળકને સારૂં જીવન આપવા પૈસા કમાવવામા લાગી જાય છે અને સ્ત્રી બાળકને ઊછેરવામા. આ તબ્બકામા તેઓ માત્ર પતિ-પત્ની જ નથી, મા-બાપ પણ છે. બાળક નાનું હોય ત્યાં સુધી બન્ને પોત પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યા કરે છે.

પાંચમા તબ્બકામા શાંત જળમા પાછા થોડા વમળ ઊઠે છે. બાળકને તંદુરસ્ત, હોશિયાર, સંસ્કારી, વગેરે બનાવવા બન્નેને અલગ અલગ રસ્તા યોગ્ય લાગે છે. આનુ કારણ એ છે કે બન્ને અલગ અલગ કુટુંબમા ઉછર્યા હોવાથી, બન્નેની પધ્ધતિમા થોડો ઘણો ફરક રહેવાનો. કેટલીક બાબતમા આપસમા ચર્ચા કરી સમંતિ સાધી લે છે, તો કેટલીકવાર બાળકની હાજરીમા ઝઘડી પડે છે. ઝઘડા પછી બાળકની હાજરીમા પોતાનું અપમાન થયું માની આહત થાય છે. બાળકના મન ઉપર પણ આની માઠી અસર થાય છે. કેટલીક વાર બાળક આ પરિસ્થિતિનો ગેરલાભ પણ ઊઠાવે છે. આ પરિસ્થિતિમાંથી બચવાનો માત્ર એક જ રસ્તો છે કે બાળક વિશેની ચર્ચા એની ગેરહાજરીમા જ કરવી અને એકબીજાના સારા પ્રસ્તાવના વખાણ કરી, તેને સ્વીકાર કરી અમલમા મૂકવા.

છઠ્ઠો અને છેલ્લો તબ્બકો છે બાળકો મોટા થઈ જાય ત્યારનો. બાળકો ભણીગણી કામકાજમા લાગી ગયા હોય. પરણીને પોતાના જીવનમા ઓતપ્રોત હોય, ત્યારે પતિ-પત્ની જીવનની મોટાભાગની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોય છે. બન્ને પાસે પુષ્કળ સમય હોય છે. આ તબ્બકામા બે પ્રકાર જોવા મળે છે. પહેલા પ્રકારમા બન્ને એકબીજાની સગવડ સાચવવાનો પ્રયત્ન કરે છે, દેવ-દર્શન માટે સાથે જાય છે, યાત્રા પ્રવાસ કરે છે, અને વિતેલા જીવનને સંતોષ પૂર્વક યાદ કરે છે. બીજા પ્રકારમા બન્ને પોતપોતાનું સર્કલ શોધી લે છે અને એ મંડળી સાથે ઘણો સમય વિતાવે છે. એક બીજાની પ્રવૃતિમા માથું મારતાં નથી, અને જો સાંભળવા તૈયાર હોય તો એક્બીજાએ કેમ દિવસ પસાર કર્યો એની વાતો કરે છે.

બસ આ છ તબ્બકામા પતિ-પત્નીના જીવનનું મોટાભાગનું સરવૈયું આવી જાય છે.

-પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “પતિ-પત્ની વચ્ચેના સંબંધોમા અલગ અલગ તબક્કા – પી. કે. દાવડા

  • Ashok Vaishnav

    પહેલો તબક્કામાં બધું જ રળિયામનું દેખાય અને બીજા અને ત્રીજા ત્રીબકામાં જીવન એક એવી ગતિ પકડી ચૂક્યું હોય છે કે બધી ઘટનાઓ જાણે આંખના પલકારામાં થઇ જતી હોય તેવું અનુભવતું હોય છે.
    ચોથા તબક્કામાં પણ જ્વાબદારીઓ વિકાસ પામી રહી હોય છે, તેથી પહેલા ત્રણ તબક્કાનો સંવેગને કારણે તે જવાબદારીઓના પડકારને ઝીલી લેવાની શક્તિ બચી હોવાની શક્યતાઓ હોઇ શકે છે.
    પાંચમો તબક્કામાં પહેલાના તબક્કાઓનાં લેખાંજોખાં કરીએ, ઘા પર મલમપટ્ટી કરીએ અને એ રીતે, જીવનમાં પહેલી વાર પોરો ખાઇને જીવવની આવી રહેલી રાત માટે તૈયારી કરવાનો સમય પાકી ગયો હોય છે.
    આ બધા તબક્કાઓની અસરની છેલ્લી ગાંઠ છઠ્ઠા તબક્કામાં આવે છે.
    જનને ભરપેટ જીવવા માટે શરૂઆતના તબક્કાઓમાં કેઈ બીજી રીત પનાવી શકાય ખરી કે જેથી છઠ્ઠા તબકાની પાનખરમાં પણ વસંતની લહેરખીઓ અનુભવાય?