એક નાસ્તિકતાભર્યો આસ્તિક લેખ….. 19


Source : Pinterest

કેમ આવું થાય છે? ઈશ્વર મારી સાથે જ કેમ આમ કરે છે? મેં તો કયારેય કોઈ એવુ ખોટું કામ નથી કર્યુ જે નાનપણથી મને સમજાવામાં આવ્યુ છે કે “ખરાબ છે, આપણાથી એવુ ન થાય.” પણ આવુ કામ કરનારા તો સુખી જ હોય છે. તો શા માટે સતત મારે જ ભોગવવાનું?

આવા તો કંઈ કેટલાય વિચારો જીવનમાં ક્યારેક તો આવ્યા જ હશે. અને ન આવ્યા હોય તો તમે એ ખોબા જેવડા લોકોમાના એક છો જેને ઈશ્વર મન ભરીને પ્રેમ કરે છે.

એનો મતલબ એમ જ થયો ને કે ઈશ્વરને મન ભેદ છે? અમુક લોકોને એ ઘણું બધું અને કોઈકને કશું જ નહીં ની ભેટ ધરે છે. સતત આ પ્રશ્ન ક્યાંક ડોકાય છે. વિદ્વાન જ્ઞાનીઓ અને સંતો આ પ્રશ્નના જવાબમાં ગોથું ખાઈ જવાય એવા અઘરા વેદ અને ગીતાજ્ઞાનના શ્લોકો ટાંકે છે જે સામાન્ય રીતે સમજની બહાર છે. મોટાભાગના વિચારશીલ ચિંતકો આ આખી ક્રિયાને “કર્મના સિંધ્ધાત” ના વણસુલઝ્યા કોયડામાં વીંટીને સમજાવાનો પ્રયત્ન કરે છે કે આતો ગયા જન્મના કર્મોનુ ફળ છે.

આ આખી ઘટનાને એક સામાન્ય મગજના માનવીના દ્રષ્ટીકોણે મૂલવીએ. જો આજે આપણે જે ભોગવીએ છીએ તે ગયા જન્મોના ખરાબ કર્મોનુ પરીણામ હોય તો એનો મતલબ કે એના આગલા જન્મમાં પણ માણસે ખરાબ જ કર્મ કર્યા હતા કારણ કે એના આગલા જન્મોના કર્મોના એ પરીણામ હતા. હવે જો એવું જ હોય તો પ્રશ્ન એ છે કે આ જન્મ આપનાર ઈશ્વર છે તો શરૂઆતમાં અમુકને સારા કર્મો કરાવડાવાયા હશે જે જન્મજ્ન્માંતર આગળથી ચાલતા આવતા હશે અને અમુકને ખરાબ – જેનુ તેઓ ફળ ભોગવે છે.
તો શું એક એવા જન્મમાં કરેલ કર્મોનુ ફળ ભોગવવાનુ જેના વિષે વ્યક્તિને પોતાને કશું જ્ઞાન જ નથી? જે કર્મ વિશે એને આ જન્મમાં કંઈ જ લેવાદેવા નથી તેનું ફળ તેને અને તેના કુટુંબીઓને શા માંટે ભોગવવાનું?

કદાચ આ બધા પ્રશ્નો ઉપાડવાની સાથે જ વ્યક્તિને નાસ્તીક માની લેવાની છૂટ એજ ઈશ્વરે કદાચ કહેવાતા સમાજના લોકોને આપી હશે. બાકી પ્રશ્નના જવાબમાં સઘળા ઉત્તરોમાં તથ્ય કાં તો છે નહી કાં તો સ્પષ્ટ નથી. બાકી મન મનાવવા માટે એટલુ કહી શકાય કે “ઈશ્વરની રચના આપણી સમજણ બહાર છે”. પણ શું કામ સમજણની બહાર છે? ખરેખર અહીં આ પ્રશ્નને નાસ્તિકતા કરતા પોતાના પરમ પિતાની સામે એક પુત્રના હકથી પૂછાતી જીજ્ઞાસા કહેવી જોઈએ.

જો વાત પ્રશ્નની જ હોય તો ખરેખરો પ્રશ્ન તો એ જ છે કે આપણે ઈશ્વરને કેમ ભજીએ છીયે?

કદાચ જવાબમાં મોટા ભાગના લોકોને કારણની જાણ નથી. નાનપણથી એક સમજણ કેળવવામાં આવી છે કે આ એક પરમ શક્તિ છે જે વિશ્વને ચલાવે છે. જે તારું પાલન કરે છે. જો તુ એમને ભજીશ તો તે તારૂ સારૂ કરશે જો તુ તેમને નહી ભજે તો તારૂ ખરાબ થઈ શકે છે.

આ સમજણના પરિણામ સ્વરૂપ મંદિરના આંટા શરૂ થાય છે. સતત એને નમવાથી પોતાના નાના નાના કામ પૂરા કરવાની આકાંક્ષા છે. ક્યાંક જો એને નહી ભજું અને એ મારૂ ખરાબ કરશે તો? એ મારા સ્વજનને મારી પાસેથી ઝૂંટવી લેશે તો? જેવા વિચારોથી છૂટી જતી કંપારી કદાચ ભક્તિ બની ને ડોકાય છે. શું કોઈ જ આશા અપેક્ષા કે બીક વગર એ પરમેશ્વરને ન ભજી શકાય? શું પરમેશ્વર એટલે મને અને તમને નાનપણથી દેખાડેલ એ વાંસળી વગાડતો કનૈયો કે ક્રોસ પર લટકતા ઈશુ જ?

ફરફર વહેતા પવનમાં નદી કિનારે શાંતિથી બેસીને પાણીના સંગીત માણતી વખતે મનમાં વિચારશૂન્ય હાશકારો થાય એ જ ઈશ્વરપ્રાપ્તી ન કહેવાય?

શું મંદિરમાં છપ્પનભોગમાં ૫, ૫૦ કે ૧૦૦ની રસીદ ન ફડાવતા પોતાના ઘરની કામવાળીના દિકરાને કોઈક કારણ વગર એ જ પૈસા આપી દેવાથી મળતુ પુણ્ય ઓછું થઈ જાય?

મંદિરની બહાર લગાવેલ લગભગ ૪૦૦ માણસોની લાઈનમાં ધક્કામુક્કી કરીને ૪ કલાકે માંડ ૧ મીનીટના દર્શન કરનાર માણસ, દૂરથી ઈશ્વરને યાદ કરીને હવામાં હાથ જોડનાર માણસ કરતા વધુ ઈશ્વરની સમીપે જતો હશે.

એક સામાન્ય માણસનો જેટલો આખા વર્ષનો પગાર હોય તેનાથી વધુ ખર્ચ પોતાના એક દિવસના પ્રવાસમા કરનાર લંપટ, લોભી અને ધુતારા સાધુ સંતો ઈશ્વરના નામને મન ભરીને વેચે છે તોય એમને ત્યાં સત્કાર, સન્માન અને દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. જયારે બીજી તરફ સામાન્ય માણસને મહીનાના અંતે છેલ્લા ચાર દિવસ ચલાવવા પડતા ફાંફા એ હજાર નેત્રોવાળાને કેમ નહીં દેખાતા હોય?

આવા તો કંઈ કેટલાય પ્રશ્ન થાય છે પણ આપણે નાસ્તિક થઈ ગયા છીયે અથવા તો લોકો આપણને નાસ્તિક કહેશે એમ સમજીને પેલા ભક્તિના દંભને આપણે વળગી રહીએ છીએ.

જેમ આજે આગ લાગી છે તો કાલે અગ્નિશામક આવે તો કોઈ ફાયદો નથી તેમ એક જન્મમાં કરેલ કર્મનો ફાયદો છેક બીજા જન્મે આપે એટલો બધો ગણિતમાં કાચો મારો ઈશ્વર તો ન જ હોઈ શકે…..

હા.. હું ઈશ્વરમાં માનું છું. ખૂબ ખૂબ માનું છું. જીવન પર્યન્ત માનતો રહીશ પણ કદાચ આધ્યાત્મિક ગૂઢ જ્ઞાન સમજવા જેટલો જ્ઞાની હું નથી.

હું તો સાવ સાદા શબ્દોમાં મારામાં રહેલા ઈશ્વરને એક જ પ્રશ્ન પૂછું છું કે આવું કેમ? કમસેકમ એટલી સમજણ તો આપ….

મારા ઈશ્વરને અર્પણ……..

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈ યાજ્ઞિક આમ તો અક્ષરનાદ પર વાર્તાઓ અને પદ્યરચના રૂપે ઘણી વાર ઉપસ્થિત થયા છે, તેમનો અવાજ પણ ઑડીયોકાસ્ટ વિભાગમાં આપણે માણ્યો જ છે, પરંતુ આજે વિચારમંથન અથવા તો કહો કે આત્મમંથન રૂપે એક નાનકડો પરંતુ ચોટદાર મુદ્દો તેઓ ઉપસ્થિત કરી રહ્યા છે. નાસ્તિકતા અને આસ્તિકતા વચ્ચે, ઈશ્વરને પામવાની, ભજવાની અને તેના અસ્તિત્વને સમજવાની મથામણો વચ્ચે જે સવાલ લગભગ દરેકને કોઈકને કોઈક ક્ષણે થતો હશે એવો સવાલ અને તેનો જવાબ શોધવાની મથામણ તેઓ પ્રસ્તુત લેખમાં કરે છે. તેમની મથામણને અંતે જવાબ તો સૌએ પોતે જ શોધવાનો છે, પરંતુ આ એક આંગળીચીંધણ છે, આત્મમંથન માટેની શરૂઆત છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. આપના નિખાલસ પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “એક નાસ્તિકતાભર્યો આસ્તિક લેખ…..

 • Krishna Hari Prabhu

  Dear All readers
  Aapna mate sarjan karyu chhe tene man bharine mano ane Thanks kaheva thi man halvu thase. Aabhar manya pachhi tene sundar vyavsha kari chhe teno man bharine sadupyog kariye . Bagadiye nahi.
  Bhagawan na namthi thagnara o thi dur rahiye.

  Oshawa, Canada

 • Hemal Vaishnav

  Dear Hardik bhai:

  The thought you have mentioned, has kept me up on so many night. I have also wander, that why people (unless they do willingly or for health reason) observe fast etc…only because they fear the god…?. If god is our father,than which father would like to see his child go hungry…?
  There are more questions than answers, but the quest for answers really keep us going.
  Finally I disagree with one thing you mentioned in your answer to Atul bhai. You have mentioned your self as “samanya lekhak”.Actually you are growing (and may I say rapidly growing) writer,who is not ordinary by any strch of imagination.
  I am foreseeing you as one of the leading Gujarati writer in next few years.

 • Deepak

  Hi Hardikbhai

  I read your article about nastik/ astik.
  I had similiar thoughts and wandered , tried lot of different spiritual stuff, but got the answer of reality ultimately.
  I would recommend – visit website and attend few workshops – from Dadbhagwan foundation at Adalaj. http://www.dadabhadgan.org
  More so all is in Gujarati language and very powerful question/ answer session- clears all your doubts and confusion. You will find the answers for basic questions ” who you are ” and ” who is running this world”

  Deepak
  Auckland , Newzealand

 • Darshna

  Bhai it is a coincidence that we both have written the same thoughts…Mine stop at a question…why is it so?? and same with your article you also stop at a question..why is it so?? We are asking this questions because we have been taught to differentiate between good and bad, by our parents..May be this is like this only…aa prashn bhagwaan na astitva jetlo j confusing laage che…
  to ante aapade aapdu kaam kariye ane jem chale che ene chalva daiye…kaaran aapanu kshitij aapana purtu j hoy che..ane ene aapde swaach banaviye…

 • Tulsidas Kargathra

  This is the dilemma of all the intellectual people on the planet. Everyone accepts the limitations of human intellect. One thing is sure to all living creatures that they eat,sleep, multiply and have worry of survival. Evolution till human being began playing on the earth there was no philosophy or so called Adhyatm.

  With enhancement of thinking power and accumulation of experiences they progressed in efforts to live peacefully and survive full span of life. With settlement at one place the survival efforts needed more creativity and they devised the most complex interdependent society of today. Here every action means a business means to earn and survive. The development of Adhyatm was for holy purpose in those days but it is not that today. Only honest, free and fair life knowledge is given by mother in beginning and father later on if someone takes it. With rise in population and more competitions in all the fields value system and moral has degraded to the lowest level.

  Majority of people are drawn in this flood, but people like us sit aside and think about the origin of life, Universe and laws of life and betterment of life. Surely present religions do not do anything out of these but to survive on the donations and growing fatter day by day.

  Hence, believe me, there is nothing like GOD. Nature works in its own way out of anyone’s control. If we have to survive full span of life with health and vigor, we have to control our mind for the least dependence on the world and live accordingly. To keep mind occupied and busy with creativity one must have hobby of his own where life can be enjoyed.

  Leave all religions and Gurus, Temples aside find out your own contention – philosophy of life with confidence and faith on the self. Agree to the course of death happily and peaceful exit.

 • Atul Kukadia

  Hardikbhai, Thanks for reply. I am really happy and jealous that it is your own question. I could understand the life and so called GOD by reading OSHO. Even I come to know about ZEN through OSHO. I never heard the word ‘ZEN’ in that sense before. You are right he seems to speak on both the side of the subject. It’s look like opposite but they are not.
  I am sorry If I have hurt you. I m in love so I may see his words everywhere.

 • vijay

  First of all congratulation to raise the question. (Many people for some reason/s can’t raise such question in life time). At least you are much closer to GOD than those who don’t raise any question.
  My belief : Wherever there is LOVE, it’s GOD. Wherever there is FEAR, it’s no GOD.

  I can’t put it in length, but tryied to put it in these two statements.

  Regards,
  Vijay

  • hardik

   વિજયભાઇ ,
   મુઠી ભરીને અજવાળુ વેરવા બદલ્ ખુબ ખુબ આભાર્
   હાર્દિક ના વ્ંદન્

 • PRAFUL SHAH

  HARDIKBHAI, , YOUR ARTICLE, IS WORTH AND MANY ARE EXPERIENCING THE SAME AS YOU. SINCE WE ARE COMMONMAN AND AND NO REAL REPLY. RELEGION AND POLITICS ARE PLAYING POWER GAME. USE GOD AS AN INSTRUMENT ,GOOD WORDS AND THAN THEY BELIEVE THEM SELVES AS GOD, OR KING-MESSENGER, SON ; OF GOD.
  AND WHY NOT IF FOLLOWERS ARE THERE TO INCREASE HIS MARKET VALUE AND OF THEIR OWN UNDER THE BANNER OF THAT SO CALLED BHAGWAN. SOME ONE CREATE MANDIR ,OR GRANTH. SOME ONE MURTI AND START COLLECTING AS MUCH LAXMI OR POWER AND START LOOTING US.
  DHAMBHA IS GOING ON AND ON AND PEOPLE ARE GOING AWAY FROM GOD .MULLA AND PANDIT OR PRIEST, OR SADHU SANT FAKIR, YOU WON”T FIND ANY ONE,REAL HERO AND COME ACCROSS MANY SO CALLED ZERO.
  BLINDS LEADING WE BLIND. GO ON WORLD STATSTICS COMMON MEN ,HAVING COMMON SENSE OR KNOWLEDGE OR EDUCATION IS TAKING NO PART AND KEEP AWAY FROM RELEGION AND ONLY FOR SHAKE OF SAMAJ CONTINUE AS HAVING NO COURAGE. TO SAY HIS OPINION.
  ..COMMENTS. INVITED LET US SEE. CONGRATULATIONS.NO POINT OF ASTIK OR NASTIK, WE ARE HUMAN ..THINK-THINK THINK

 • Atul Kukadia

  Hardikbhai,
  Is it your own Question ? Are you reading OSHO ? Concept is very similar to all his all life time talk. If this is your own, really great.

  If the question araised after reading him, good to mention his name.

  • hardik yagnik

   અતુલભાઇ,
   સૌ પ્રથમતો લેખ વાંચવા બદલ અને તેની પર કોમેન્ટ આપવા બદલ આભાર્ રહી વાત પ્રશ્નની તો આ સ્ંપુર્ણ પણે હ્રદયથી ઉદ્દભવેલ રચના/પ્રશ્ન છે.જે મનમાં લાગ્યુ તે લખ્યુ.
   અને છેલ્લે ઓશોને સાંભળવાની કે વાંચવાની વાત્ તો એ વાત ચોક્ક્સ છે કે ઓશોનો આ લખાણમાં કોઇજ હાથ નથી. એ અદભુત વિચારક ખબર નહી કેમ ઘણી વાર મને બન્ને બાજુ બોલતા લાગ્યા છે. હા તેમના જેવો વકતા પોતાના તથ્યો થી સાંભળનારને વાતના બન્ને છેડા સુધી બહુજ બખુબી લઇ જઇ શકવાની તાકાત ધરાવે છે અને એ ઓશો સિવાય બીજો કોઇ હોઇ શકે નહી. પણ જ્ંયા સુધી મારા વિચારમ્ંચની વાત છે ત્યા ઘણા બધા ઝેન વચારકોએ પોતાનો ફાળો આપ્યો છે પણ ઓશોઍ એટલો બધો નહી.
   અંતમાં ખરેખર આભાર હું તો વાર્તાઓ અને કવિતાઓ રચનાર સામાન્ય લેખક છુ આ વિચાર લેખ પહેલી વાર લખ્યો અને આપે રસ દઇ પ્રશ્ન કર્યો એ ગમ્યુ.

 • Ashok Vaishnav

  હાર્દિકભાઇની સ્વનૉ ખોજ એ અનાદિકાળથી મનુષ્યને મુંઝવતો પ્રશ્ન છે.
  જુદા જુદા સમયે જુદા જુદા સંદર્ભમાં અનેક વિચારકોએ જુદાં જુદાં તારણો પણ પોતાના તેમજ સમાજ સમ્ક્ષ મુકેલાં જ છે, અને તેમ છતાં આ યક્ષ પ્રશ્ન ફરી ફરીને માથું ઉંચકે છે જ.
  ચાલો, હું તો આ લેખને ફરીથી વાંચી, આત્મખોજની ચાહમાં નીકળી પડું!

 • Jagdish Joshi

  What I believe – You and me are same – not Nastik. Astha/Shradhdha is connected to our thoughts and deeds, not with the ‘God’ (as labeled). We are suffering only by our mistakes and thoughts/views about life. Sants/Mahants have no peace of mind and in long run they will pay for so called ‘Jalsha’. So simply enjoy life.