માં, મને સમજાઈ ગયું છે,
હસતા અક્ષરોની પાછળ,
આંસુઓના ટપકવાનો અવાજ સંભળાય છે.
બોલવાના બે વાક્યોની વચ્ચે
હોઠ વચ્ચે ઉભું રહેલું દુઃખ દેખાય છે.
અહીં બધું સારું છે, ત્યાં સારું હશે.
જે ખબરો આપવાની હતી,
તારે જે કહેવાનું હતું
એ આ બે વાક્યો વચ્ચે શૂન્ય થઈ જાય છે.
પત્ર પૂરો લખાઈ ગયા પછી
બીજી વખત વાંચતી વખતે
બે ચાર આંસુઓ ટપક્યાં હતાં
આના સિવાય બીજી કઈ સાબિતી જોઈએ?
માં, તું લખે છે કે બધુ ઠીક છે,
કોને સમજાવવા?
તારી ઉપેક્ષા, અપમાન, અવગણનાને
હું નથી જાણતી?
હું નથી અનુભવતી?
તને એમ કે મને ખબર નથી,
જેના લોહી – માંસથી મોટી થઈ
તેને જ ન સમજી શકું?
માં, તને ખબર નથી
તેં મારાથી છુપાવેલા આંસુઓ
મારા મનમાં મહાનદીની જેમ વહ્યા કરે છે,
તારા મનમાં ચાલતા વિચારો – દુઃખ
મારા સુધી પહોંચી ગયા છે,
બસ માં,
તારા બોલાયેલા વાક્યો વચ્ચેનું
મૌન મને સમજાઈ ગયું છે.
– ઉર્વશી પારેખ
એક માંને પુત્રી તરફથી લખાયેલ પત્ર – પત્રરૂપે માં દીકરી વચ્ચેના સંબંધની એક અનોખી તાસીર અને સમજણ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવી છે પૂનાથી અક્ષરનાદના વાચકમિત્ર શ્રી ઉર્વશીબેન પારેખે. સંબંધોની સમજણ અને ન બોલાયેલા શબ્દોના અર્થો મન સુધી પહોંચે ત્યારે જ આવો માતા પુત્રીનો સંબંધ સંભવી શકે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેકો શુભકામનાઓ.
આ મા દિકરિ નેી વાતરજુઆત હતિ મોમ દોતરનિ નહિ હોય ?
ખુબજ સરસ મા દિકરિ વચે નો પ્રેમ રજુ કરેલ
બહુજ સરસ કવિતા અભિનન્દન્
ભરત ઉપધ્યય્
દીકરી વાલનો દરિયો ……..
મા એઇ મા બકિ બધા વગ્દા ના વા ઃ)
ખુબ ખુબ આભાર. અક્ષરનાદ નો..
સર્વે વાચકોનો..
Ma te Ma baki badho…….
Bahu j saras patra
ખુબ જ સરસ્
ખુબ જ સરસ ..
મને મમ્મી ની યાદ આવિ ગય
ખુબ સરસ …મને દીકરી યાદ કરાવીદીધી.
‘જનની જોડ જગે નહીઁ જડે રે લોલ ‘ એ કાઁઇ અમસ્તુઁ જ નહિ લખાણુઁ હોય
ઉર્વશી બેન આ ફક્ત દીકરી ની દીકરા ની પણ વ્યથા છે….. ખુબ સરસ