હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (ઈ-પુસ્તક ડાઉનલોડ)


છેલ્લા ઘણા વર્ષોથી ‘પાઠશાળા’ ના અંકોમાં આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજશ્રીની કલમે પ્રેરણાદાયક, મનનીય અને સત્વશીલ અમૃતબિંદુઓરૂપી લેખનો દ્વારા વિચારશીલ સાહિત્યરસનું વાચકો – ભાવકો પાન કરી રહ્યા છે. ‘પાઠશાળા’ ના વિવિધ અંકોમાંથી તારવીને કેટલાક અમૂલ્ય અને બોધપ્રદ વિચારોનો નાનકડો સંગ્રહ પાઠશાળા પ્રકાશન વતી શ્રી રમેશભાઈ બાપાલાલ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું એક એક પાનું નાનકડા પ્રસંગો અથવા વિચારબિંદુઓથી મઘમઘે છે, એક એક પાનું એક એક દિવસને વિચારવંતો બનાવી શકે એવો માર્મિક અને ગહન સંદેશ તેમાં અપાયો છે.

આ સુંદર સંચય અક્ષરનાદ સુધી પહોંચાડવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આશા છે વાચકમિત્રોને આ પ્રેરણાદાયક સંગ્રહ વાંચવો – મમળાવવો ગમશે.

આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના પ્રેરક વચનો અને દ્રષ્ટાંતોના આવા એક એક પાનાનાં અમૃતબિઁદુઓનો સંગ્રહ, ‘હૈયાનો હોંકારો’ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. આ પુસ્તક હવે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.

આપનો પ્રતિભાવ આપો....