Daily Archives: November 10, 2011


જેને દીઠે મારા નેણાં ઠરે – લખમો માળી

પ્રભુની અકળ લીલાનો કોઈ પાર પામી શક્તું નથી. ગર્ભમાં પોષાતા બાળકમાં જીવ ક્યાંથી આવ્યો અને મૃત્યુ પામેલા મનુષ્યનો જીવ ક્યાં ગયો તે કોઈ શોધી શક્યું નથી. તર્કથી પર એક અલગ વિશ્વ વસે છે જેમાં શ્રદ્ધાનું તત્વ સત્વશીલતા બક્ષે છે. નાનકડા એવા બીજમાંથી વટવૃક્ષ બનવાની આખીય ઘટના તાર્કિક રીતે ન મૂલવો તો શ્રદ્ધાની સીમાઓમાં વસે છે. લખમા માળીને પ્રભુની આવી અકળ લીલાનો અનુભવ થયેલો. તેમને આંતરવાણી ફૂટી નીકળી, તેમણે થોડા પણ સુંદર ભજનો રચ્યા. ઉપરના ભજનમાં લખમાજી પ્રભુની વિવિધ લીલાઓ અને કૃપાનું વર્ણન સરળ પણ અસરકારક ભાષામાં કરી જાય છે.