પ્રિય વાચકમિત્રો
વિ. સં. ૨૦૬૮નું આ નવુ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી અનેક શુભકામનાઓ. વીતી ગયેલો સમય અનુભવોનું ભાથું આપતો જાય છે તો આવનારો સમય અનેક મનોરથો અને ઈચ્છાઓની પૂર્તિનો આશાવાદ લઈને આવે છે. પ્રભુ આપ સર્વેને આપની ઈચ્છિત સફળતા અને સુખ અપાવે તેવી પ્રાર્થનાઓ સાથે સૌ મિત્રોને નવા વર્ષના સાલમુબારક અને વડીલોના ચરણોમાં વંદન. એક અથવા બીજી રીતે અક્ષરનાદ સાથે જોડાયેલા આપ સર્વે અમારા માટે પ્રેરણા અને પ્રોત્સાહનનો સ્તોત્ર બની રહ્યા છો એ સર્વેનો આભાર માનવાની તક પણ આ અવસરે ઝડપી લઊં છું. આપણી ભાષાની કૃતિઓ સાથે સાહિત્યના માર્ગે જીવનના સત્વને પામવાનો પ્રયત્ન આપ સૌના આશિર્વાદે સતત આ જ રીતે ચાલી શકે એ માટે આપ સૌની શુભકામનાઓ અને આશિર્વાદની અભિલાષા છે.
અંગતપણે થોડીક અગવડતાઓ હોવા છતાં આવતીકાલથી કૃતિઓ લગભગ રોજ મૂકવાનો પ્રયત્ન થશે.
આભાર,
જીજ્ઞેશ અને પ્રતિભા અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ
પ્રિય સ્વજનો અને મિત્રો……
ફેસબુકના બધા મિત્રોને પ્લસપોઇન્ટ ના શુભ દીપાવલી અને નવા નવા વર્ષની શુભકામનાઓ…]
આશા છે આપ સાથ આપશો.
પ્રિય સ્વજનો અને મિત્રો……
બધા મિત્રોને પ્લસપોઇન્ટ ના શુભ દીપાવલી અને નવા નવા વર્ષની શુભકામનાઓ…
આશા છે આપ સાથ આપશો.
આપનું આવનારુ નવુ વષૅ શુભ નિવઙે તેવિ પૂભુ પાસે …………..
ખૂબ ખૂબ શુભકામનાઓ –
અક્ષરનાદ પરિવારની કિર્તિ દિગ દિગંતમાં ફેલાય તેવી શુભેછા –
નવા વર્ષની શુભકામનાઓ…
!!…..નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…..!!
જીજ્ઞેશભાઇ,
સમગ્ર અક્ષર્નાદ ટીમને નવા વર્ષની શુભ કામનાઓ,
નવા વર્ષમાં અક્ષરનાદ નવા શિખરો સર કરે અને ગુજરાતી સાહિત્યમાં
તેનું વિશિષ્ટ સ્થાન વધુ અને વધુ મજબૂત કરે તેવી શુભેચ્છાઓ.
જીજ્ઞેશ અને પ્રતિભા અધ્યારૂ,
આપ જે ગુજરાતી સાહિત્ય ગુજરાતીઓ સુધી પહોંચાડો છો તે ખુબ જ પ્રસંશનીય કાર્ય છે. અને વાચકો આભારી છે. તમારું કાર્ય ઉત્તરોત્તર નીખરે અને તમારી અગવડતાઓ દૂર થાય તેમજ કાર્યથી સંતોષ થાય તે જ શુભેચ્છા.
સુભાષ
આપ ને તેમ જ અક્ષર નાદ પરિવાર ના સર્વે સદસ્યો ને નુતન વર્ષ નિ હાર્દિક શુભકામનાઓ..
સાહિત્ય નો આ છોડ પાન્ગરિ ને વટવ્રક્ષ બને એ જ અભ્યર્થના..
આશુતોષ ભટ્ટ્ અને પરિવાર
વડોદરા
આપ સહુને નૂતન વર્ષાભિનંદન…શુભેચ્છાઓ ..તન ગમતું રહે …મન મળતું રહે …ધન જોઈતું મળે…પ્રેમ/પ્રસન્નતા સાપડે અને આપી શકો …દુઃખ હરિ શકો અને હસી હસાવી શકો દુવિધાને દૂર રાખી શકો…કામને ગમતું કરો અને ગમતું કામ મેળવો…આદિ ઈત્યાદી…વંદન. -હદ
આપને, સૌ પરીવારજનો અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
–ગોવીન્દ અને મણી, પવન, સંધમીત્રા અને મયુર મારુ