Daily Archives: October 10, 2011


ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧ 19

એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ‘ધ ડેઝર્ટ ફ્લાવર’ નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને જેમ્સ બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી બનવા સુધીની સફરની કહાણી છે, એ ફેશનભર્યું જીવન મૂકીને આફ્રિકન સ્ત્રીઓ પરના અત્યાચારને રોકવા માટે કામ કરનાર એ હિંમતવાન છોકરીની આ સત્યઘટના છે. ફિલ્મના દ્રશ્યો અદભુત છે, પાર્શ્વસંગીત બંધબેસતું અને કર્ણપ્રિય છે અને આખીય ફિલ્મ એક જીવનને કચકડે કંડારવામાં મહદંશે સફળ રહે છે. પ્રભાવિત થઈ જવાયું હોય એવા ગણ્યાગાંઠ્યા ચલચિત્રોમાં ધ ડેઝર્ટ ફ્લાવર ચોક્કસ સ્થાન પામે.
આ વાત અને સાથે મૂકેલા વિડીયો વિચલિત કરી શકે એવા છે, કૃપા કરીને હૈયુ મજબૂત રાખીને જ આ વાંચશો. આજે પ્રસ્તુત છે આ લેખમાળાનો પ્રથમ ભાગ

The Desert Flower by Waris Dirie