ચોમાસું માણીએ ! – કાકા કાલેલકર 7
કાકાસાહેબ કાલેલકર આપણી ભાષાના પ્રથમ હરોળના નિબંધકાર ગણાય છે. નિબંધોના તેમના અનેક પુસ્તકોમાં આપણને રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક, સૌંદર્યચાહક, કલા અને સાહિત્યના ચિરંતન પ્રેમી અને પ્રવાસશોખીન કાકાસાહેબના વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય છે. પ્રસ્તુત નિબંધમાં ચોમાસાની ઋતુમાં બદલાતી પ્રકૃતિસૃષ્ટિનું ચિત્રાત્મક શૈલીએ નિરૂપણ થયું છે. આકાશના વાદળોની લીલા તથા ઊષા અને સંધ્યાના અવનવા રંગોના સૌંદર્યનું વર્ણન કરી પ્રકૃતિલીલાનું રસપાન કરવાનું સૂચવે છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત થઈ જાય છે. અહીં પ્રકૃતિ, ભૂપૃષ્ઠ અને કીટસૃષ્ટિ – એ ત્રણેયનું કાવ્યાત્મક અને મધુર ભાષામાં નિરૂપણ થયું હોવાથી નિબંધનું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે.