અક્ષરનાદ આયોજિત “અક્ષર પર્વ” – શબ્દ સુગંધી, સૂર ઉમંગી…. 12
અક્ષરનાદને મે, ૨૦૧૧ માં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મિત્રોના આગ્રહ અને તે પછી પ્રસ્થાપિત સાહિત્યકાર વડીલોના માર્ગદર્શન તળે ગુજરાતી બ્લોગજગતનો – એક વેબસાઈટ દ્વારા અને વેબસાઈટ માટે જ આયોજિત થયો હોય એવો પ્રથમ કાર્યક્રમ અક્ષરનાદ તારીખ ૧૪ મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન, શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, વડોદરા મુકામે કરવા જઈ રહ્યું છે. હવે વાત મૂળ કાર્યક્રમની કરીએ, તો કાર્યક્રમની મૂળ વિગત મુખ્યત્વે નીચે મુજબના પ્રસંગોમાં વહેંચાયેલી છે, અક્ષરનાદ પરિચય અને કર્મવિશેષ, કવિ મિલન – શબ્દ સુગંધી, સંગીત સંધ્યા – સૂર ઉમંગી. અનેક વરિષ્ઠ સાહિત્યકાર, વડીલ મિત્રોએ, બ્લોગર મિત્રોએ, સહભાવકોએ કાર્યક્રમમાં આવવા માટે તેમની સંમતિ આપી છે, અને મને જણાવતા આનંદ થાય છે કે કવિમિલન સમગ્રપણે, દબદબા સાથે, અનેક આદરણીય વડીલોની હાજરીએ શોભી ઉઠવાનું છે. આપ આવશો ને ?