ત્રણ ગઝલો – અમિત પંડ્યા 5


શ્રી અમિત પંડ્યાની અત્રે પ્રસ્તુત ત્રણ ગઝલો ભિન્ન વિષયાસ્વાદની અનુભૂતી કરાવે છે, એ ત્રણેય રચનાઓની પોતપોતાની આગવી ખૂબી છે, ત્રણેયના શીર્ષકો પણ એવાં જ ભિન્ન છે. પ્રથમ રચનામાં છબછબીયાની વાત છે, બીજી રચના સમયના આભાસોની ઝાંખી કરાવી જાય છે તો ત્રીજી રચનામાં એક કૂતરાની વાત થઈ છે, જો કે એ વિશેષણ કોના માટે વપરાયું છે એ ભાવકો સુપેરે સમજી શકે તેમ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી અમિત પંડ્યા (ઘાયલ બીજો) નો ખૂબ ખૂબ આભાર.

૧. છબછબીયાં

આમ તો રમત છે બચપણની આ તો ઘાયલ
બચપણને જુવાનીમાં સાકાર કરે, છબછબીયાં

હીંમત કસોટી ધીરજ ભલે પ્રેમના પક્ષે છે,
નટખટ નસીબદારો સંગાથ છે, છબછબીયાં

સોળે કળાએ ખીલતા એ છીછરા વહેણમાં
મધદરીયે આત્મઘાતી એ હોય છે, છબછબીયા

બસ એ જ તો મહારથ હાંસિલ કરે છે ઘાયલ
ડૂબવાનો દાવો કરતાં, કરતા રહે છબછબીયાં.

જો હું કરું તો કેવું દરીયાને માઠું લાગે,
સાગર ચડે હીલ્લોળે જો તું કરે છબછબીયાં.

ડૂબવાંના અભરખાનું પહેલું ચરણ છે આ તો,
ડગ પહેલું ભરીને કરીએ ધમાલ ના છબછબીયાં.

પામી શકે છે મોતી મરજીવા થઈ જે ડૂબે,
બાકીના કોર કોરા કરતા રહે, છબછબીયાં

લોકો વખોળે તરવું, ડૂબવું કે પાર જાવું,
એ પણ અમર બને છે જે ફક્ત કરે, છબછબીયાં.

૨. જે આવ્યું છે વીતી જાશે

વીતી ગયો છે સરતો સમય જે,
સારો હતો કે નરસો હતો,
આવનારો જે સોનેરી સમય
એ પણ આવીને વીતી જાશે.

પળ પ્રહર કે યુગનું શું છે,
આંખ ચોળતા વીતી જાશે,
જોતજોતામાં આવશે ‘ઘાયલ’
જોતજોતામાં વીતી જાશે

સુખમાં છકી ન જાવું મનવા,
દુઃખમાં દુઃખી ના થાવું.
સુખ દુઃખતો ભ્રમણાનો વિષય છે,
ભ્રમ ભાંગીને વીતી જાશે.

સુખની પાછળ દુઃખની રેલ,
દુઃખની પાછળ સુખનું ગાડુ,
દુઃખ આવે પુરપાટ જીવનમાં,
સુખ લંગડાતું વીતી જાશે.

માપદંડ છે સુખનું એક જ,
કોણ વધારે દુઃખી એ જોવું,
દુઃખી એ છે જે પરસુખ જોઈ
કોસતા સમયને વીતી જાશે.

બહુ સુંદર છે મંત્ર આ ઘાયલ,
‘જે આવ્યું છે વીતી જાશે’,
દુઃખ સુખને અહેસાસ કરાવો,
એ નથી કાયમ વીતી જાશે.

૩. મહાન દેશના મહાન કુત્તા

ઓ મહાન દેશના મહાન મહાન સ્નિફર કુત્તા
પ્રદક્ષિણા કરી તેં બાપુની ને વધે તારી મહત્તા.
અમારે કયાં નાક છે કે કોઈપણ આવીને કાપે.
શાણપણ પછી નક્કામું છે, છે જેની પાસે સત્તા.
આંખો ખોલીતે અમારી ઓ થેંક્યુ થેંક્યુ કુત્તા.
રાજકારણીઓને શું છે વોટબેંક એમની મત્તા
પવિત્ર ન કર્યું સમાધિસ્થળ કેવા ભલા છો ઓ કુત્તા
કરી જો હોત તો સોરી પણ ન કહેવાને ઉભા રહેતા.
આંતર વિગ્રહ ટાળવાનું મહાન કાર્ય કર્યું છે ઓ કુત્તા
જશ તને આ જાય છે ઓ થેંક્યુ થેંક્યુ કુત્તા
શું સુંઘવા ગ્યો તો ભઈ મળ્યા બોમ્બ કે મળ્યા ગાંધી?
સી.આઈ.એ ને શું મળ્યું કાંઈક તો જણાવ ઓ કુત્તા
જાણું છું તમારે મન છે જીવતાનું મૂલ્ય ઘણું
મરેલાને શું, કોઈ રાખે ન રાખે એની મહત્તા.

– અમિત પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ત્રણ ગઝલો – અમિત પંડ્યા

  • marmi kavi

    શ્રી જીજ્ઞેશભાઈ,
    કાંઈક ભૂલ થતી જણાય છે…
    આ ત્રણમાંથી એક પણ રચનાને ગઝલ ન જ કહેવાય.
    કે, ન આને ગીત પણ કહી શકાય.

  • Pushpakant Talati

    ત્રણે રચનાઓ બહુજ સરસ છે. પણ તેમાથી જ જો કોઈ એક ને વધારે માર્કસ આપવાનુ જરુર જણાય તો ચોક્કસ ત્રીજી રચના ને જ આપવા પડે. –
    ત્રીજી રચનામાં જે કૂતરાની વાત થઈ છે તે કુતરો કોણ ? તે પ્રશ્ન કોઈ ને પણ નહી થાય કારણ કે આ રચના એટલી બધી સ્પષ્ટ રીતે આલેખાયેલી છે કે આ ” કુત્તા ” નુ વિશેષણ કોના માટે વપરાયું છે એ WITHOUT APPLICATION OF MIND પણ સહજતા પુર્વક તેમજ સુપેરે સમજી શકાય તેમ છે. આ સબબ શ્રી અમિત પંડ્યા (ઘાયલ બીજો) નો ખૂબ ખૂબ અભિનન્દન. અને આભાર પણ ખરો જ. .