પરપોટો એક ફૂટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
સમદર શ્વાસનો ખૂટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
એ પરપોટો ધરતી જેવી માએ ન માગ્યો
આભસમાણા બાપુને પણ ઝાંખપ શો લાગ્યો
વંશવેલ પર પરપોટો કંઈ કાંટો થઈ વાગ્યો,
કૂણી કાચી નસનસમાંહે અમલ અદીઠો ઘૂંટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
અધબીડી બે છીપની વચ્ચે ચળક ચળક મોતી
પરપોટાની આં ખો શું શું ટગર ટગર જોતી
ધીરજ, આશા વાટ વચાળે રવ રવ શું રોતી,
ઘરઆંગણિયે ઘરફોડુએ કાફલો લૂંટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
પરપોટાનાં હાથમાં કો’યે પોચી ના પકડાવી
પરપોટાનાં પગમાં કો’યે પાંખો ના પહેરાવી
પરપોટાની શમણાં બોલી કો’યે ના પરમાણી
સરસતી સરસતી કરતાં કરતાં હંસલો ઝૂંટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
પરપોટાની પોઠ વિનાનો સમદર તો ધારી જો –
ખળખળ વ્હેતાં નીર વિનાનો મલક જરા ધારી જો –
ટાઢક, મીઠપ, છોળ વિનાનાં જીવતર તો ધારી જો –
લકવાયેલી દુનિયાનો આ તાર જ તૂટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
પરપોટાનાં પેટની વાતું કોણ તાગશે, કહો
ઘોર વાળેલા ધારણમાંથી કોણ જાગશે, કહો
સાતમો કોઠો કોણ આંબશે – કોણ ભાંગશે કહો
જોઉં, જોઉં, અહીં કોનો થનગન ઘોડો છૂટ્યો રે, બેની ! તને ખમ્મા… ખમ્મા… !
– સરૂપ ધ્રુવ
(‘સહિયારા સૂરજની ખોજમાં’, ૨૦૦૩, પૃ. ૨૨)
સાભાર – ‘પુસ્તક શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ …..’ – અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય.
{ ‘ એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો ‘, શિર્ષકમાં જ કેટલી ધગધગતી વાત સાથે આ રચનાની શરૂઆત કરાઈ છે. અહીં કવયિત્રી ખરેખર તો એક દીકરીનો નહીં જન્મવા પહેલાનો, ગર્ભમાં આવે અને ગર્ભમાં જ મૃત્યુને ભેટે એ દરમ્યાનનો સમયગાળો, એ જીવનકાળ એક પરપોટો લેખીને આખીય રચના પ્રસ્તુત કરે છે. એ જીવને વિશ્વમાં પગ પણ માંડવા નથી મળવાના, જેમ પરપોટાને આયુષ્યની કોઈ બાંહેધરી હોતી નથી તેમ આવી ગર્ભસ્થ પુત્રીની જરૂરત તેની માં ને નથી, તેણે માંગી નથી તો પિતાને પણ એ ઝાંખપ જેવી લાગે છે, અને તેના આગમનથી વંશવેલ તૂટી જશે એવી ભીતીને લીધે તેને જન્મવાનો અધિકાર મળતો નથી. જન્મવા અને મૃત્યુની વચ્ચે જોતી એ બે આંખો તેમને બે છીપની વચ્ચેના મોતી જેવી લાગે છે. પુત્રી ભ્રૃણહત્યાની આખીય કુપ્રથાને ખૂબ આકરા પ્રહારોથી, જાણે વખોડતી આ રચના અત્યાર સુધીની આવા વિષય પર વાચેલી કોઈ પણ રચના કરતાં સ્પષ્ટ અને ભાવપૂર્વક પોતાની વાત કહી જાય છે. અને એ આકરી રચના બદલ કવયિત્રી ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. }
બિલિપત્ર
નામ બોલાયું – ને
મડદાઘરમાંથી
મડદું બહાર લવાયું,
નામ અને શરીરનું
અગ્નિસ્નાન પૂર્વેનું
બસ, આ છેલ્લું ઐક્ય !
– વર્ષા દાસ (ગુજરાતી કવિતાચયન, ૧૯૯૯, પૃ. ૮૮)
મરસિયાના રૂપમાં વેધક રજૂઆત.
ભ્રૂણ હત્યા અને તેમાંય બાળકી્ને દૂધ પીતી કરવાની અનેક વાતો વાંચી પણ આ એક નહી જન્મેલી દિકરીનો મરસિયો કાવ્યમાં અતિ નાજૂક- હ્રદયને ઝંઝોડી નાખે તેવી વેદના વ્યક્ત થઇ છે.
આવી જ એક મારી રચનાઃ http://rutmandal.info/swaranjali/2007/03/06/swaranjali/
I have no worls to say anything.
Speech less poem.
After red this poem i can’t hold my tears…….
ખૂબ જ વેધક કાવ્ય.
Pingback: Tweets that mention એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો – સરૂપ ધ્રુવ (કાવ્ય) | Aksharnaad.com -- Topsy.com